Suryakumar Yadav broke the record of D'Villiers
(ANI Photo)

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાયેલી સીરીઝની છેલ્લી T20 મેચમાં ફરી એક વખત સૂર્યકુમાર યાદવના કરિશ્માના ચમકારા જોવા મળ્યા હતા . અમદાવાદમાં રમાયેલા મેચમાં સૂર્યકુમારે નાની પણ બહુમૂલ્ય ઈનિંગ રમી એક ખાસ ઉપલબ્ધિ મેળવી હતી. સૂર્યકુમાર હવે ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ રન કરનારા ખેલાડી તરીકે પોતાનું નામ સ્થાપિત કરી સાઉથ આફ્રિકાના વિસ્ફોટક ખેલાડી એ. બી. ડીવિલિયર્સને પાછળ પાડી દીધો છે.

સાઉથ આફ્રિકન ડીવિલિયર્સે ટી-20માં 78 મેચ અને 75 ઇનિંગ્સમાં 26.12ની સરેરાશથી 1672 રન કર્યા હતા. તેણે 10 અડધી સદી પણ કરી હતી. ડીવિલિયર્સનો ટી-20 ઈન્ટરનેશનલ્સમાં 135.16નો સ્ટ્રાઈક છે. અમદાવાદમાં ગયા સપ્તાહે 24 રનની ઇનિંગ પછી સૂર્યકુમાર સૌથી વધુ રન કરવામાં ડીવિલિયર્સથી પણ આગળ નીકળી ગયો છે.

સૂર્યકુમારે ડીવિલિયર્સ નહીં, ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ખેલાડી હેમિલ્ટન મસાકાડ્ઝાને પણ પાછળ પાડી દીધો છે. હેમિલ્ટને ઝિમ્બાબ્વે માટે આંતરરાષ્ટ્રીય ટી-20માં 2006થી 2019 દરમિયાન 66 મેચની 66 ઇનિંગ્સમાં 25.96ની સરેરાશથી 1662 રન કર્યા હતા. સૂર્યકુમાર હવે ટી-20 ઈન્ટરનેશનલ્સમાં 1675 રન કરી સૌથી આગળ નિકળી ગયો છે.

અત્યાર સુધીમાં સૂર્યકુરામ 48 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. તેણે 46 ઇનિંગ્સમાં 46.53ની સરેરાશથી 1675 રન ત્રણ સદી અને 13 અડધી સદી સાથે કર્યા છે. સૂર્યકુમારનો આ ફોર્મેટમાં સ્ટ્રાઈક રેટ 175.76 છે. 

LEAVE A REPLY