‘’કોરોનાવાયરસના કારણે પ્રતિબંધો વચ્ચે “શિયાળો અતિશય આકરો” હોવા છતાં બ્રિટન બ્રેક્ઝિટ ડીલ વિના સમૃદ્ધ થઈ શકે છે. બ્રેક્ઝિટ સોદો “થવાનો જ છે”. રસી માટે લોકોને આશા આપવા માંગતો નથી પણ આ વર્ષે શક્ય તેટલી પ્રગતિ થઈ શકે તે સંભવ છે’’ એમ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ભારપૂર્વક જણાવ્યું હતું.
જો યુકે અને ઇયુ ડિસેમ્બરમાં ટ્રાન્ઝીશન પીરીયડ પૂરો થશે ત્યાં સુધીમાં કોઈ વેપાર સોદો કરવામાં નિષ્ફળ જશે તો શું થશે તેમ પૂછવામાં આવતા વડા પ્રધાને એન્ડ્રુ મારને કહ્યું હતું કે, “અમે તેના વગર પણ સારી રીતે જીવી શકીશું.”
ટોરી કોન્ફરન્સના બીજા દિવસે બીબીસી વનના ‘ધ ઑન્ડ્ર્યુ માર શો’માં વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘’મને આશા છે કે બ્રિટને જેની માંગ કરી છે તેવા કેનેડા-શૈલીના મુક્ત વેપાર કરાર માટે યુરોપિયન યુનિયન સંમત થશે. મને તે કેમ નહિં મળે તે માટે કોઈ કારણ દેખાતું નથી.”
ડચ વડા પ્રધાન, માર્ક રુટે યુકે-ઇયુ વેપાર સોદો એ “ભૌગોલિક રાજકીય આવશ્યકતા” છે તેમ જણાવ્યું છે. જે અંગે વડાપ્રધાને જવાબ આપ્યો હતો કે “તે સંજોગોમાં, હું આશા રાખું છું કે તેઓ જે ડીલ અમે નક્કી કરીશું તેની સાથે તેઓ સહમત થશે. પરંતું કોરોનાવાયરસ સામેની લડતમાં આગળનો રાહ આઘરો છે અને એનએચએસ ટેસ્ટ અને ટ્રેસ સિસ્ટમની નિષ્ફળ ગયું છે.
તેમણે રાત્રે 10 વાગ્યે પબ અને રેસ્ટોરન્ટ્સ બંધ થયા પછી પણ લોકો શેરીઓમાં ભેગા થઈ રહ્યા છે તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આપણા બધા માટે માર્ગદર્શનનું પાલન કરવું જરૂરી છે તેમ જણાવ્યું હતું. ઋષિ સુનક દ્વારા પ્રમોટ કરાયેલી ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ યોજનાએ ચેપ વધારવામાં મદદ કરી હોવાનો તેમણે ઇનકાર કર્યો ન હતો, પરંતુ સાથે જણાવ્યું હતું કે મને લાગે છે કે અર્થવ્યવસ્થાને ટેકો આપવો તે યોગ્ય હતું. મિનીસ્ટર્સ પરિસ્થિતિ સુધારવા અને ક્રિસમસ સુધીમાં કેટલાક પ્રતિબંધોને હળવા કરવા “ફ્લેટ આઉટ” કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો એકમત છે કે આવનારી વસંત ઋતુ સુધીમાં બધુ ધરમૂળથી બદલાઇ જશે અને આપણે એક અલગ દુનિયામાં રહીશું.’’
