પંજાબમાં શીખ ધર્મના પવિત્ર ધાર્મિક પ્રતિકોના કથિત અપમાન બદલ બે લોકોનું મોબ લિન્ચિંગ થયું હતું. શનિવારે શીખ ધર્મના સૌથી મોટા ધર્મસ્થાન સ્વર્ણમંદિરમાં એક યુવકની લોકોના ટોળાએ માર મારીને હત્યા કરી હતી. ઉત્તરપ્રદેશના આ યુવકે સ્વર્ણમંદિરમાં ગુરુગ્રંથ સાહેબનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાં રાખવામાં આવેલા તલવાર ઉઠાવી લીધી હતી. આ પછી લોકોએ તેને પકડ્યો હતો અને માર મારીને તેની હત્યા કરી હતી.
આ ઉપરાંત હવે કપૂરથલા ખાતેથી પણ આવી જ એક ઘટના સામે આવી હતી. નિશાન સાહિબ સાથે ગેરવર્તણૂક કરનાર વ્યક્તિને ટોળાએ માર માર્યો હતો અને આ કારણે તેનું મોત થયું હતું. શનિવારે અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે જે ઘટના બની ત્યાર બાદ રવિવારે કપૂરથલા જિલ્લાના નિઝામપુર ખાતે કથિત ગેરવર્તણૂકનો બનાવ સામે આવ્યો હતો. તેમાં મારપીટના કારણે આરોપીનું મોત થયું હતું.
સ્વર્ણમંદિરમાં યુવકની હત્યા બાદ માહોલ તંગ બન્યો હતો. રોષમાં ભરાયેલા લોકોના ટોળાએ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના કાર્યાલયની બહાર ધરણા ચાલુ કર્યા હતા. તેમણે માગણી કરી હતી કે યુવકનો મૃતદેહ દેખાડવામાં આવે અને તે પોલીસને ન સોંપવામાં આવે.
સુવર્ણમંદિરના સચખંડ સાહેબમાં શનિવારે સાંજ છ કલાકે શ્રી ગુરુગ્રંથ સાહેબના પાઠ (રહરાસ) ચાલી રહ્યાં હતા. અહીં સુરક્ષા માટે એક ગ્રીલ બનાવવામાં આવેલી છે. આ ગ્રીલની અંદર માત્ર પાઠ કરતાં લોકો બેસે છે. સત્સંગની કતારમાં સામેલ યુવકે પોતાના વારો આવતા સચખંડ સાહેબમાં અંદર ગયો હતો અને અચાનક ગ્રીલ કુદાવીને ગુરુગ્રંથ સાહિબ તરફ આગળ વધ્યો હતો. સેવાદારોએ તરત આ યુવકને પકડી લીધો હતો.
આ ઘટના સમયે હાજર લોકોએ જણાવ્યું હતું કે યુવકે શ્રીગુરુ ગ્રંથ સાહિબના સ્થાને રાખવામાં આવેલી તલવાર ઉઠાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાંક લોકોએ કહ્યું હતું કે યુવકે ગુરુગ્રંથ સાહેબ સામે પડેલા ફુલો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. સચખંડમાં રહેલા સેવાદારોએ યુવકને પકડીને ટેમ્પલમાં તૈનાત SGPG ના ટાસ્ટ ફોર્સને સોંપ્યો હતો. SGPGના અધિકારીઓના જણાવ્યા અનુસાર મંદિરમાં રહેલા લોકોએ યુવકની પીટ-પીટકર હત્યા કરી હતી.
SGPC અધ્યક્ષ હરજીંદર સિંહ ધામીએ જણાવ્યું હતું કે આ ઘટના પૂર્વઆયોજિત કાવરતુ છે. તેનો હેતુ શીખોની લાગણીને ભડકાવીને માહોલ ખરાબ કરવાનો છે. સીસીટીવી ફુટેજમાંથી જાણકારી મળી છે કે આ યુવક એકલો હતો. તેના અંગે કોઇ જાણકારી નથી.