સુરતમાં પોલીસે ત્રણ સ્પા પર દરોડા પાડીને કથિત રીતે દેહવેપાર કરતી 12 વ્યક્તિને મંગળવારે અટકાયતમાં લીધી હતી. આ યુવતીઓ મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને મુંબઈનું અને સેક્સ વર્કર્સ તરીકે કામ કરતી હોવાનું માનવામાં આવે છે.
પોલીસે સુરતના વેસુ વી.આઇ.પી. રોડ ઉપર સન આર્કેડના કોકુન સ્પા, વી.આઇ.પી. હાઇટ્સમાં અરમાની અને તેરાત્મા સ્પામાં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે બહારથી યુવતીઓને મસાજના નામે બોલાવી તેમની પાસે નાણાંના બદલામાં શારીરિક સંબંધો બાંધવાનો અનૈતિક દેહવ્યાપાર કરાવવામાં આવે છે. આ બાતમીને આધારે કાર્યવાહી કરીને પોલીસે સ્પામાં કામ કરતા મેનેજર, ગ્રાહકો અને કર્મચારીઓ તથા માલિક સહિત 13 વ્યક્તિને ઝડપી લીધા હતા.