સુરત શહેરમાં કોરોનાના કેસમાં વધારાને પગલે સભા-સરઘસ પર બુધવારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.. સુરત વહીવટીતંત્રને પણ કોરોના પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે એક પરિપત્ર દ્વારા સુરતમાં 4 કરતા વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લાદી દીધો છે.
સરઘસ કાઢવા કે એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામું 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ પડશે. પરિપત્ર અનુસાર, પરવાનગી સિવાય જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહી તેમજ કોઈ સભા ભરવી કે બોલાવવી નહી. આ જાહેરનામાનો ભંગ કે ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.