
સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની શુક્રવારે વરણી કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરવામાં આવી હતી.
નવા મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સુરતની વણથંભી વિકાસનું પર્યાય છે. સુરત શહેરને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા માટેના તમામ પ્રયાસો જનપ્રતિનિધિઓ અને વહીવટી કર્મવીરો સાથે સુરતને વિશ્વના ફલક પર એક આગવું સ્થાન મળે તેવા પ્રયાસ કરીશું.
