istockphoto

સુરત શહેરના વેસુથી બીઆરટીએસ બસ લઈ નીકળેલા બીઆરટીએસના ડ્રાઈવરની ચાલુ બસે અચાનક તબિયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. અચાનક તબિયત લથડતાં ડ્રાઈવરે બસ સાઈડમાં લઈ સુપરવાઈઝરને જાણ કરી હતી. સુપરવાઈઝર બસ પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી ડ્રાઈવરના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વેસુ બીઆરટીએસ બસ ડેપો નંદિની-૦૩ એપાર્ટમેન્ટની સામે રહેતા અને મૂળ અમરેલીના ચક્કરગઢના દેવળિયા ગામના વતની અશોકભાઈ કરસનભાઈ માઘડ (ઉ.વ.૩૭) બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. તેઓ સોમેશ્ર્વરાથી અમેઝિયા રૂટની બીઆરટીએસ બસ લઈ નીકળ્યા હતા. બસ લઈ તેઓ વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસેથી અલથાણ ચાર રસ્તા તરફ જતા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી અને છાંતીમાં દુખાવો થતાં તેમણે બસ સાઈડમાં ઊભી કરી સુપરવાઈઝરને જાણ કરી હતી અને પેસેન્જરને ઉતારી બસમાં સૂઈ ગયા હતા.