દિવાળીના તહેવારને ધ્યાને રાખીને રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત એસ. ટી નિગમે વધુ સુદ્રઢ બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઇ વતનમાં જવા એકસ્ટ્રા બસો દોડાવશે એમ, વાહન વ્યવહાર રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

સુરતમાં તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી એસ. ટી. બસની કનેક્ટીવીટી મળી રહે તે માટે રાજ્ય સરકારે સમયાંતરે નવી બસોની ફાળવી છે. એસ.ટી.વિભાગના કર્મચારીઓની માંગણીઓ અંતર્ગત મુખ્ય પ્રધાન સાથે તબક્કાવાર બેઠકો કરવામાં આવી છે. રાજ્યમાં એસ.ટી.નિગમ દ્વારા દરરોજ 8 હજારથી વધુ બસો ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પુરી પાડે છે. દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો પોતાના વતનમાં જતા હોય છે. જેને ધ્યાને લઈને સૌથી વધુ એકસ્ટ્રા બસો સુરત વિભાગ દ્વારા ૭મી નવેમ્બરથી ૧૧મી નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ ૨૨૦૦ જેટલી વધુ બસો દોડાવાશે.

LEAVE A REPLY