સુરત એરપોર્ટ પર રવિવાર રાત્રે શરીરમાં આશરે એક કરોડ રૂપિયાનું સોનું સંતાડીને આવેલા મુંબઈના એક વૃદ્ધ દંપતીની કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી. આ દંપતી શાહજહાંની ફ્લાઇટમાં આવ્યું હતું. દંપતી એરપોર્ટથી બહાર આવી રહ્યા હતા, ત્યારે કસ્ટમના અધિકારીઓને તેમની ચાલ શંકાસ્પદ લાગી હતી તેથી તેમને અટકાવ્યા હતા. તેમની પાસેની બેગની તપાસ કરતાં તેમાંથી સોનું નીકળ્યું હતું. જેના આધારે બંનેને પૂછપરછ શરૂ કરાઈ હતી. આખરે પૂછપરછ દરમિયાન બંને જણાં રડવા જેવા થઈ ગયા હતા અને સમગ્ર હકીકત જણાવી હતી.
દંપતીના શરીરમાંથી 8 કેપ્સુલમાં 1 કિલો 900 ગ્રામ સોનું છૂપાવીને લાવ્યા હતા. આ સોનું કેપ્સ્યુલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને લઈ જવામાં આવતું હતું. કેપ્સ્યુલની બજાર કિંમત 1.01 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. વૃદ્ધ દંપતીના શરીરમાંથી 1 કરોડથી વધુનું સોનું પકડાતા કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. એરપોર્ટ પર મુંબઇના દંપતીનો ભાંડો ફૂટી જતા પોતે જ સોનાની દાણચોરી કરી હોવાની વાત સ્વીકારી હતી.