સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંગળવારે સિલ્વાસા પેરેડાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગની સાઇટ પર અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ દરમિયાન માટીની ભેખડ ધસી પડતા ઓછામાં ઓછા ચાર મજૂરોના મોત થયા હતા. માટીની ભેખડ નીચે કુલ આઠ મજૂરો દબાયા હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરુ કરી હતી
આ ઘટનાની વિગત અનુસાર નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેનું કામ ચાલતું હતું અને ખોદકામ દરમિયાન આ દુર્ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી હતી. આ દુર્ઘટનાના મૃતકોમાં શંકર શર્મા, પ્રદીપ યાદવ, અજય શર્મા અને પિન્ટુ કુમાર શાહનો સમાવેશ થાય છે.