સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 23 ફેબ્રુઆરીએ ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો હતો. રસપ્રદ બાબત એ છે કે બીજા ક્રમે કોંગ્રેસની જગ્યાએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી રહી હતી. આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી હતી.

સુરતની કુલ 120 બેઠકોમાંથી ભાજપને 93 અને આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો હતો. સુરતમાં કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટીએ ભાજપને ટક્કર આપી હતી. કોંગ્રેસના પરાજય બાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું આપ્યું હતું. સુરત કોર્પોરેશનમાં 30 વર્ષ પછી કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી. 2015 સુરત મ્યુનિસિપલની ચૂંટણીમાં ભાજપને 73 અને કોંગ્રેસને 36 બેઠકો મળી હતી.

સુરતના કોટ વિસ્તાર ગણાતા વાડી ફળિયા, નવાપુરા બેગમપુરા અને સલામત પુરાના વોર્ડ નંબર 13માં ભાજપની આખી પેનલ જીતી હતી. આ વિસ્તારમાં કોંગ્રેસ સાથે ટક્કર હોય એવું કહેવાનો હતો, પરંતુ પરિણામે અંતે ભાજપના ઉમેદવાર જીત્યા હતા.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ તૂટી હતી. ભાજપના ઉમેદવારનો વિજય થયો થયો. જ્યારે એક મહિલા ઉમેદવારની હાર થઈ હતી. આ વખતે વોર્ડ નંબર ચારમાં આપે બાજી મારી હતી.
શહેરના પુણા વિસ્તારમાં કોંગ્રેસના ચારે કોર્પોરેટરો હતા, પરંતુ આ વખતની ચૂંટણીમાં આ વિસ્તારમાં કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં દેખાયું નથી. મતગણતરી પૂરી થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી ગયા હતા. વોર્ડમાં 14 ઉમરવાડા માતાવાડીમાં તમામ 12 રાઉન્ડની ગણતરીના અંતે ભાજપના તમામ ચાર ઉમેદવારો જીતી ગયા હતા.