નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પૂરીની હાજરીમાં સ્વચ્છતા એવોર્ડ આપ્યા હતા. New Delhi on Saturday. (ANI Photo)

ઇન્દોર સતત પાંચમાં વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, જ્યારે છત્તીસગઢે દેશના સૌથી સ્વચ્છ રાજ્યનું સ્થાન જાળવી રાખ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2021માં દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સુરત બીજા ક્રમે રહ્યું છે અને ત્રીજું સ્થાન વિજયવાડાએ હાંસલ કર્યું છે. સુરતે ડિસ્ટ્રિક્ટ રેન્કિંગ કેટેગરીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

કેન્દ્ર સરકાર દર વર્ષે આવો સ્વચ્છતા એવોર્ડ આપે છે અને 2021ની યાદી કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે શનિવારે જારી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં આવતા વારાણસીને “સૌથી સ્વચ્છ ગંગા શહેર” એવોર્ડ મળ્યો છે. આ કેટેગરીમાં બિહારનું મુંગર અને પટના બીજા અને ત્રીજા સ્થાને રહ્યાં છે.

સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2021માં ઇન્દોર અને સુરતે તેમના સ્થાન જાળવી રાખ્યા છે, પરંતુ ત્રીજુ સ્થાન નવી મુંબઈએ ગુમાવ્યું છે અને આ સ્થાન વિજયવાડાએ હાંસલ કર્યું છે. અગાઉના સર્વેક્ષણમાં વિજયવાડા ચોથા સ્થાને હતું.નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પૂરીની હાજરીમાં આ એવોર્ડ આપ્યા હતા.

મંત્રાલયે જણાવ્યું હતું કે આ રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમાં 28 દિવસમાં 4,320 શહેરોને આવરી લેવામાં આવ્યા હતા અને આશરે 4.2 કરોડ લોકોએ તેમના અભિપ્રાય આપ્યા હતા.100થી વધુ શહેરો ધરાવતા સૌથી સ્વચ્છ રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ દેશના બીજા અને ત્રીજા સ્થાન રહ્યાં હતા.

100 કરતા ઓછા શહેરો ધરાવતા રાજ્યોની કેટેગરીમાં ઝારખંડ પ્રથમ સ્થાને રહ્યું છે. તે પછી બીજા અને ત્રીજા સ્થાને હરિયાણા અને ગોવા રહ્યાં છે.એક લાખ કરતાં વધુ વસતિ ધરાવતા સૌથી સ્વચ્છ ટોપ ટેન શહેરોમાં ઇન્દોર, સુરત, વિજયવાડા, નવી મુંબઈ, નવી દિલ્હી, અંબિકાપુર, તીરુપતિ, પૂણે, નોઇડા અને ઉજૈનનો સમાવેશ થાય છે. આ કેટગેરીમાં લખનૌ સૌથી નીચા 25માં સ્થાને આવ્યું છે.

એક લાખથી ઓછી વસતિ ધરાવતા શહેરોની યાદીમાં મહારાષ્ટ્રનું વિટા પ્રથમ સ્થાને રહ્યું હતું. આ આ કેટેગરીમાં બીજા સ્થાને લોનાવાલા અને ત્રીજા સ્થાને સાસવદ રહ્યું છે.

1થી 3 લાખની વસતિ ધરાવતા સ્મોલ સિટીની યાદીમાં નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રથમ સ્થાન રહ્યું છે. ફાસ્ટેડ મુવર સ્મોલ સિટી કેટેગરીમાં હોશંગાબાદ અને બેસ્ટ સ્મોલ સિટી ઇન સિટિઝન ફીડબેકમાં તીરુપતિ ટોચના સ્થાને રહ્યાં છે.  3થી 10 લાખની વસતિની કેટેગરીમાં નોઇડા સૌથી સ્વચ્છ મીડિયમ સિટી બન્યું હતું.

સૌથી સ્વચ્છ ટોપ 10 શહેરો

ઇન્દોર

સુરત

વિજયવાડા

નવી મુંબઈ

 નવી દિલ્હી

અંબિકાપુર

તીરુપતિ

પૂણે,

નોઇડા

ઉજૈનન

સૌથી સ્વચ્છ રાજ્યો

છત્તીસગઢે

મહારાષ્ટ્ર

મધ્યપ્રદેશ