Cryptocurrency transactions now under the ambit of money laundering laws
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ અને માઇનિંગના નિયમન માટે માર્ગદર્શિકા બનાવવા અંગેની એક અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજદારે આવી માર્ગદર્શિકા બનાવવા માટે કેન્દ્ર અને અન્ય પક્ષકારોને આદેશ આપવાની માગણી કરી હતી.

મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે અરજીમાં કરવામાં આવેલી મુખ્ય માગણી ધારાકીય દાયરામાં આવે છે. અરજી બંધારણની કલમ 32 હેઠળ કરવામાં આવી છે, પરંતુ તે સ્પષ્ટ છે કે વાસ્તવિક હેતુ અરજદાર સામે પેન્ડિંગ કાર્યવાહીમાં જામીન મેળવવાનો છે. અમે આવી અરજીની સુનાવણી કરી શકીએ નહીં.

શુક્રવારે જારી કરેલા આદેશમાં ખંડપીઠે જણાવ્યું હતું કે અરજદાર નિયમિત જામીન માટે યોગ્ય કોર્ટમાં જવા માટે સ્વતંત્ર છે. મુખ્ય માગણીનો સંબંધ છે, ત્યાં સુધી તે ધારાકીય દાયકા પ્રકારની છે. કોર્ટ બંધારણની કલમ 32 હેઠળ ધારાકીય દાયરામાં આવતા મામલામાં આદેશ જારી કરી શકે નહીં.

ખંડપીઠે નોંધ્યું હતું કે ઉત્તરપ્રદેશના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગવામાં આવેલી રાહતોમાં ડિજિટલ એસેટ્સ/ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા કેસોની કાર્યવાહી માટેના નિર્દેશનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY