Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂક પર સ્ટેની માગણી કરતી અરજીઓ ફગાવી દઇને સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાઈ રહી હોવાથી તેનાથી અરાજકતા અને અનિશ્ચિતતા ઊભી થશે. જોકે ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે અપનાવવામાં આવેલી કાર્યપદ્ધતિ અંગે કેન્દ્રને આકરા સવાલ કરતાં સુપ્રીમ કોર્ટે જાણવા માંગ્યું હતું કે માત્ર થોડા કલાકોમાં 200માંથી છ નામ કેવી રીતે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા. એક જગ્યા માટે પાંચ નામ હતાં. બે માટે તમે છ નામો મોકલ્યા, 10 કેમ નહીં? સર્ચ કમિટી 200 નામો પર વિચાર કરી શકે છે, પરંતુ શું સમય આપવામાં આવ્યો હતો, કદાચ બે કલાક? બે કલાકમાં 200 નામોની વિચારણા કેવી રીતે? તમે પારદર્શક બની શક્યા હોત.

સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની શરતો) ધારા, 2023ના અમલ પર પણ કોઈ વચગાળાનો સ્ટે આપવાનો પણ ઇનકાર કર્યો હતો.

જોકે કોર્ટે કહ્યું હતું કે તે 2023 એક્ટની માન્યતાને પડકારતી મુખ્ય અરજીઓની સુનાવણી કરશે. આ મામલે  છ અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો કેન્દ્ર આદેશ આપતા સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી 5 ઓગસ્ટે નિર્ધારિત કરી હતી.

જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે હાલના તબક્કે અમે કાયદાને રોકી શકીએ નહીં અને તેના અમલને પણ સ્થગિત કરી શકીએ નહીં. તેનાથી અરાજકતા અને અનિશ્ચિતતા ઊભી થશે. અમે વચગાળાના આદેશ દ્વારા સ્ટે મૂકી શકીએ નહીં. નવા ચૂંટણી કમિશનરો સામે કોઈ આરોપો નથી. અમે એપોઇન્ટમેન્ટ પર સ્ટેની માગણી કરતી અરજીઓને ફગાવી દઇએ છીએ.

————–

LEAVE A REPLY