ભારતની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશમાં મદરેસા (ઇસ્લામિક શાળા)ઓ પર પ્રતિબંધ મૂકતા નીચલી અદાલતના આદેશ સામે સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશથી રાજ્યમાં લગભગ 16,000 મદરેસાઓ 2004ના કાયદા હેઠળ કામ કરવાનું ચાલુ રાખી શકે છે.
સર્વોચ્ચ અદાલત અલ્હાબાદ હાઈકોર્ટના 22 માર્ચના આદેશને પડકારતી અરજીની સુનાવણી કરતાં આ સ્ટે મૂક્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટે યુપીમાં મદરેસાઓને સંચાલિત કરતા 2004ના કાયદાને રદ કર્યો હતો. હાઈકોર્ટે મુદરેસાના વિદ્યાર્થીઓને પરંપરાગત શાળાઓમાં ખસેડવાનો પણ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી હવે જુલાઈમાં થશે અને ત્યાં સુધી “બધું જ સ્થગિત રહેશે.”
ઉત્તર પ્રદેશ રાજ્યમાં મદરેસા શિક્ષણ બોર્ડના વડા ઈફ્તિખાર અહેમદ જાવેદે કોર્ટના આદેશનું સ્વાગત કર્યું હતું અને તેને “મોટી જીત” ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે લગભગ 16 લાખ (1.6 મિલિયન) વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ખરેખર ચિંતિત હતા અને હવે આ ઓર્ડર આપણા બધા માટે મોટી રાહત તરીકે આવ્યો છે.”