ફાઇલ ફોટો (ANI Photo)

ગુનાહિત કેસમાં આરોપીના મકાન પર બુઝડોઝર ન ફેરવવાનો અને યથાવત સ્થિતિ જાળવી રાખવાનો ખેડા જિલ્લાની કઠલાલ પાલિકાને આદેશ આપતા સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે કોઇ ગુનામાં કથિત સંડોવણી મિલકતોને તોડી પાડવાનો કોઇ આધાર નથી. આ મામલે સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકાર અને કઠલાલ પાલિકાને નોટિસ ફટકારીને ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો હતો.

સૂચિત ડેમોલિશન સામે રક્ષણની માગણી જાવેદઅલી એમ સૈયદની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમે જણાવ્યું હતું કે કાયદો સર્વોચ્ચ હોય તેવા દેશમાં મિલકતો તોડી પાડવાની આવી ધમકીઓની કલ્પના કરી શકાતી નથી. કાયદાના શાસન પર બુલડોઝર ચાલતું હોય તેવી કાર્યવાહી પ્રત્યે તે બેધ્યાન રહી શકે નહી. કાયદાના શાસન દ્વારા સંચાલિત રાજ્યમાં કુટુંબના કોઇ એક સભ્ય દ્વારા કાયદાના ઉલ્લંઘનથી પરિવારના બીજા સભ્યો કે કાયદેસર રીતે બાંધવામાં આવેલા નિવાસસ્થાન સામે કાર્યવાહી કરી શકાય નહીં. ગુનામાં કથિત સંડોવણી પ્રોપર્ટીને તોડી નાંખવાનો આધાર નથી. વધુમાં કથિત ગુનો કાયદાની અદાલતમાં યોગ્ય કાનૂની પ્રક્રિયા દ્વારા સાબિત થવો જોઈએ.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments