limited number of children for population control in India

ભારતમાં વધી રહેલી વસ્તીને નિયંત્રણમાં લેવા માટે બે બાળક સુધી મર્યાદિત રાખવાના નિયમને લાગુ કરવાની માગ કરતી અરજીઓને ધ્યાન લેવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, આ વિષય સરકારનો છે. જન્મ દરમાં વધારો થવા છતાં ભારતની વસ્તીસ્થિર હોવા અંગેના મીડિયા અહેવાલોને ટાંકીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ એવો મુદ્દો નથી જેમાં કોર્ટે દાખલ થઇ શકે. જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ એ એસ ઓકાની બેન્ચે રીતે અવલોકન કર્યું હતું કે વસ્તી એ એવી વસ્તુ નથી જે એક દિવસમાં અટકી જાય. અરજદારો પૈકીના એક એડવોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે કહ્યું હતું કે, આ મુદ્દે કાયદા પંચનો રિપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એડવોકેટ ઉપાધ્યાયે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી જેણે વધતી જતી વસ્તીને નિયંત્રિત કરવા માટે બે બાળકની મર્યાદા સહિતના કેટલાક પગલાંની માગણી કરતી અરજીને ફગાવી હતી. કોર્ટે કહ્યું કે, તે અરજી પર ધ્યાન આપવા ઇચ્છતી નથી તે પછી તેમણે અરજી પરત લીધી હતી.
જ્યારે ઉપાધ્યાયે દલીલ કરી હતી કે તેમની અરજીનો ઉદ્દેશ કાયદા પંચને આ મુદ્દે વ્યાપક અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ આપવાનો હતો, ત્યારે બેન્ચે પૂછ્યું હતું કે આયોગ વસ્તી વિસ્ફોટ પર રીપોર્ટ કેવી રીતે તૈયાર કરી શકે. તેમાં અનેક સામાજિક અને પારિવારિક મુદ્દાઓ સામેલ છે.
કોર્ટે કહ્યું કે તે તેમાં દખલ ન કરી શકે કારણ કે તેમાં ઘણા સામાજિક અને પારિવારિક મુદ્દાઓ સંકળાયેલા છે, તે સરકારે કરવાનું છે. શું આ એવો મુદ્દો છે કે જેના પર આપણે દખલ કરવી જોઈએ? અમારી પાસે કરવા માટે વધુ સારી વસ્તુઓ છે. સુનાવણીના અંતે ઉપાધ્યાયે કહ્યું કે ભારત પાસે લગભગ બે ટકા જમીન અને ચાર ટકા પાણી છે, પરંતુ વસ્તી વિશ્વના 20 ટકા છે.

LEAVE A REPLY