(ANI Photo)

સુપ્રીમ કોર્ટે સોમવારે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણ ભોંયરામાં હિન્દુ પૂજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને મસ્જિદ પ્રબંધન સમિતિની અરજી પર કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટીઓનો જવાબ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશથી મુસ્લિમ પક્ષને ફટકો પડ્યો હતો.

સુપ્રીમ કોર્ટે વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં મુસ્લિમો દ્વારા નમાઝ અદા કરવા પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ પણ આપ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે મસ્જિદ સમિતિની અરજી પર પાદરી શૈલેન્દ્ર કુમાર પાઠક વ્યાસનો 30 એપ્રિલ સુધીમાં જવાબ પણ માંગ્યો હતો.

અગાઉ અગાઉ સ્થાનિક કોર્ટે મસ્જિદના એક ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાની છૂટ આપી હતી, જેને અલ્હાબાદ હાઈકોર્ટે પણ યોગ્ય ઠેરવી હતી. મસ્જિદ સમિતિએ અલ્હાબાદ હાઇકોર્ટના 26 ફેબ્રુઆરીના ચુકાદા સામે અપીલ કરી છે. અલ્હાબાદ હાઇકોર્ટે અગાઉ મસ્જિદ સમિતિને અરજીને ફગાવી દેતા જણાવ્યું હતું કે જ્ઞાનવાપીના દક્ષિણ ભોંયરા સ્થિત વ્યાસ તેહખાનામા પૂજાવિધિ રોકવાનો ઉત્તરપ્રદેશ સરકારનો 1993નો નિર્ણય ગેરકાયદેસર હતો. આ મસ્જિદના ભોંયરામાં 1993 સુધી હિન્દુ પૂજા કરતા હતા, પરંતુ તત્કાલિન મુલાયમ સિંહ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

કોર્ટના આદેશ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સૂચવવામાં આવ્યું હતું કે હિન્દુ મંદિર તોડીને મુગલ સમ્રાટ ઔરંગઝેબના શાસન જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જિલ્લા અદાલતે 31 જાન્યુઆરીએ ચુકાદો આપ્યો હતો કે હિંદુ પૂજારી મસ્જિદના દક્ષિણ ભોંયરામાં મૂર્તિઓ સમક્ષ પૂજા વિધી કરી શકે છે. કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ અને અરજદાર શૈલેન્દ્ર કુમાર પાઠક દ્વારા નામાંકિત હિંદુ પૂજારી દ્વારા હવે પૂજા કરવામાં આવી રહી છે. આ પૂજારીનો દાવો છે કે તેમના દાદા સોમનાથ વ્યાસ પણ એક પૂજારી છે, તેઓ ડિસેમ્બર 1993 સુધી ભોંયરામાં પૂજા કરતા હતાં.

LEAVE A REPLY