ગુજરાતમાં લોકડાઉન સમયમાં પણ કામદારો-કર્મચારીઓને પગાર-ચુકવવા અને છુટા નહિં કરવાના ગુજરાત સરકારનાં આદેશ સાથે ગુજરાતનાં ઔદ્યોગીક ફેડરેશને સુપ્રિમ કોર્ટમા ઘા નાખી છે. તે દ્રષ્ટાંત સહિત જણાવ્યું હતું કે સરકાર જો કામદારોને રાહત આપવા માંગતી હોય તો તેણે બ્રિટન ફોર્મ્યુલા દ્વારા કામદારોને સીધુ પેકેજ ઓફર કરવુ જોઈએ.
ધી ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશને સુપ્રિમ કોર્ટમાં બ્રિટન સરકારે જે રાહત પેકેજ આપ્યું છે તે પ્રકારે કેન્દ્ર રાજય સરકાર આગળ વધે તેવી માંગ કરી છે અને સરકારે લોકડાઉનનાં સમયમાં કર્મચારીઓનાં પગારનાં 70-80 ટકા સબસીડી આપવી જોઈએ આ માટે સરકાર એમ્પ્લોઈ સ્ટેટ ઈુસ્યોરન્સ ફંડનો ઉપયોગ કરી શકે છે.
રાજયના 150 ઔદ્યોગીક સંગઠનો અને 2 લાખથી વધુ એકમોનું પ્રતિનિધિત્વ કરતા આ છત્ર સંગઠને કેન્દ્ર અને રાજય સરકારનાં એ પરિપત્ર રદ કરવાની માંગ કરી છે. જેમાં ઉદ્યોગો માટે તેનાં કર્મચારીઓનાં લોકડાઉન સમયમાં જે એકમો બંધ છે તેના પગાર-ચુકવવા અને કોઈની છટણી નહિં કરવાનાં આદેશ આપ્યા છે.
સંગઠને સરકારનાં આ આદેશને ભેદભાવભર્યા ગેરકાનુની અયોગ્ય અને બંધારણીય જોગવાઈ વિરૂધ્ધનો ગણાવ્યો હતો. સુપ્રિમમાં જણાવાયું કે ઔદ્યોગીક ઉત્પાદન બંધ છે કામદારોને પગાર ચુકવવા કોઈ આવક નથી જે કંપનીઓ લોકડાઉનમાં તેના કર્મચારીઓને પગાર આપે તેને સોશ્યલ ડીસ્પોન્સીબીલીટી એકટીવીટી ગણીને તે હેડ હેઠળ ખર્ચ ગણવાની માંગ કરી છે.હાલના કેન્દ્ર અને રાજયનાં આદેશો ઉત્પાદન સહીતના એકમોને મોટી નાણાકીય મુશ્કેલીમાં મુકે તેમ છે જે રદ થવા જોઈએ.