Supreme court

કેસની સુનાવણીને વારંવાર મોકૂફ રાખવાની વકીલોની મનોવૃત્તિથી અકળાયેલા સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે શનિવારે જણાવ્યું હતું કે અમે ઇચ્છતા નથી કે સુપ્રીમ કોર્ટ ‘તારીખ પે તારીખ’ કોર્ટ બને. આ દેશની સર્વોચ્ચ અદાલત છે અને અમે ઇચ્છીએ કે આ કોર્ટને થોડું સન્માન મળે.

એક કેસમાં વકીલે દલીલ કરવા માટે સમય માગતા જસ્ટિસ ચંદ્રચૂડ અને હિમા કોહલીની બનેલી ખંડપીઠે રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અમે આ કેસને મોકુફ રાખીશું નહીં. વધુમાં વધુ અમે બોર્ડના અંત સુધી આ સુનાવણીને આગળ ઠેલી શકીએ છીએ, પરંતુ તમારે દલીલ કરવી જ પડશે. અમે નથી ઇચ્છતાં કે સુપ્રીમ કોર્ટ તારીખ પે તારીખ કોર્ટ બને. અમે આ માન્યતાને બદલવા માગીએ છીએ. આ દેશની સર્વોચ્ચ અદાલત છે અને અમે ઇચ્છીએ કે આ કોર્ટને થોડું સન્માન મળે.

એક હિન્દુ પુજારીની દીવાની અપીલ માટે હાજર થયેલા વકીલને જવાબ આપતા વખતે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે ફિલ્મ દામિનીનો આ ડાયલોગ ટાંક્યો હતો.

ખંડપીઠે જણાવ્યું હતું કે ન્યાયાધીશ આગામી દિવસની સુનાવણી માટે મોડીરાત સુધી મહેનત કરે છે અને કેસની ફાઇલનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે. બીજી તરફ વકીલો આવે છે અને સુનાવણી મોકૂફ રાખવાની માગણી કરે છે. ખંડપીઠ સુનાવણી મોકૂફ રાખે અને પછી દલીલ કરતાં વકીલ કેસ માટે ઉપસ્થિત થાય છે ત્યારે ખંડપીઠ અપીલમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને પુજારીને હાઇકોર્ટના દરવાજા ખખડાવાનું કહે છે. બીજા એક મામલમાં જસ્ટિસ ચંદ્રચૂડની ખંડપીઠ વકીલ સામે હાઇકોર્ટે કરેલી ટીપ્પણી રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે હાઇકોર્ટે કોર્ટરૂમાં શિસ્ત જાળવવી પડશે.

LEAVE A REPLY