Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

ગોવાના કર્મચારીના કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે પેન્શન નિરંતર ચાલતું કાર્યુ છે અને પેન્શનનું એરિયર્સ મેળવવાનો કર્મચારીનો હક છે.  સુપ્રીમ કોર્ટે આ પિટિશનમાં બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને આંશિક રીતે રદ કર્યો હતો.બોમ્બે હાઇકોર્ટે તેને આદેશમાં પેન્શનના એરિયર્સનો ઇનકાર કર્યો હતો, પરંતુ કર્મચારીને 60 વર્ષની જગ્યાએ 58 વર્ષે નિવૃત્ત કરવાના ગોવા સરકારના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે અરજદારોને 58 વર્ષની વયની નિવૃત્ત કરવાના અને 60 વર્ષ સુધી નોકરી પર ચાલુ ન રાખવાના નિર્ણયને હાઇકોર્ટે ગેરકાયદેસર ગણાવ્યો છે, પરંતુ હાઇકોર્ટે તે અવલોકનમાં ભૂલ કરી છે કે અરજદારને પેન્શનના કોઇ એરિયર્સનો હક ન મળશે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સુધારેલા દરે પેન્શનનો ઇનકાર કરવાનો અને પહેલી જાન્યુઆરી 2020 પછી જ ચુકવવાનો હાઇકોર્ટનો નિર્ણય કોઇપણ રીતે વાજબી નથી. જો હાઇકોર્ટે  અરજદારનો બે વધારાના વર્ષોના પગાર આપવાનો વિલંબને કારણે ઇનકાર કર્યો હોત તો તે વાજબી હોઇ શકે છે. પરંતુ પેન્શનનો સવાલ છે ત્યાં સુધી તે નિરંતર ચાલતું કાર્ય છે.હાઇકોર્ટના ફેબ્રુઆરી 2020ના ચુકાદા સામેની અપીલની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે પિટિશન્સે 58 વર્ષની જગ્યાએ 60 વર્ષે નિવૃત્તિ લેવી જોઇતી હતી. હાઇકોર્ટે પેન્શનના એરિયન્સનો ઇનકાર કર્યો હતો અને નિરીક્ષણ કર્યું હતું કે સુધારેલા દરે પેન્શનલ માત્ર પહેલી જાન્યુઆરી 2020થી ચુકવવાપાત્ર થાય છે.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે પિટિશનર્સે હાઇકોર્ટમાં વિલંબ સાથે અરજી કરી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે અરજદારો બે વર્ષ નોકરીમાં ન હોવાથી બે વર્ષનો વધારાનો પગાર મળી શકે નહીં. અરજદારોએ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.