ત્રણ કૃષિ કાયદા સામે સ્ટે મૂકતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ખેડૂતોએ આવકાર્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે આ કાયદાને નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમના આંદોલનને સમેટી લેશે નહીં.
આશરે 40 કૃષિ યુનિયનના બનેલા સંયુક્ત કિસાન મોરચાએ ભાવિ પગલાંની ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી. ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નીમેલી સમિતિની કાર્યવાહીમાં તેઓ ભાગ લેવા માગતા નથી, પરંતુ તે અંગેનો અંતિમ નિર્ણય સંયુક્ત કિસાન મોરચા કરશે.