બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ટાટા ગ્રૂપની જાહેરાતને યુકેના ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે ગર્વની ક્ષણ ગણાવી હતી અને તેને યુકેની કાર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી અને સ્કીલ્ડ વર્કર્સની મજબૂતાઇનો પુરાવો ગણાવ્યો હતો. સુનકે જણાવ્યું હતું કે “યુકેમાં નવી બેટરી ફેક્ટરીમાં ટાટા ગ્રૂપનું મલ્ટિ-બિલિયન પાઉન્ડનું રોકાણ એ આપણા કાર ઉત્પાદન ઉદ્યોગ અને તેના કુશળ કામદારોની તાકાતનો પુરાવો છે. વિશ્વમાં ઝીરો ઇમિશન વ્હિકલ તરફ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે આ પ્લાન્ટ બેટરી ટેક્નોલોજીમાં આપણી આગેવાની આગળ વધારીને 4,000 જેટલી નોકરીઓ અને સપ્લાય ચેઇનમાં હજારો વધુ નોકરીઓનું સર્જન કરીને આપણા અર્થતંત્રને વેગ આપવામાં મદદ મળશે. બ્રિટનના વડા પ્રધાને જણાવ્યું હતું કે, ભારતની બહાર પ્રથમ ગિગાફેક્ટરી માટે ટાટા ગ્રૂપે બ્રિટનને પસંદ કર્યું છે તે ગર્વની બાબત છે. તેનાથી ઇલેક્ટ્રિક વ્હિકલના ઉત્પાદનમાં સૌથી આકર્ષક સ્થળોમાં બ્રિટનનો સમાવેશ થશે.
સુનકે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે નવી ગિગાફેક્ટરી 2030 સુધી યુકેમાં જરૂરી કાર બેટરીની ઉત્પાદનમાંથી 50 ટકાનું ઉત્પાદન કરશે. તેનો અર્થ એવો છે કે યુકે બેટરી ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બનવાની સ્થિતિમાં છે.