નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ જાહેરાત કરી હતી કે ઇન્ડિયન-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ એજન્સીના બોઇંગ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ (સીએફટી) મિશન, પ્રથમ ક્રૂડ સ્ટારલાઇનર મિશનમાં બે સભ્યોના ક્રૂનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પાયલોટિંગ કરશે, જ્યાં તેઓ લગભગ બે અઠવાડિયા સુધી રહેશે. બોઇંગ CFT કમાન્ડર બેરી ‘બુચ’ વિલ્મર, જેમને NASAએ ઓક્ટોબર 2020માં મુખ્ય ક્રૂમાં મોકલ્યા હતા, તેઓ આ સફરમાં સુનીતા વિલિયમ્સ સાથે જોડાશે, જેઓ પાઇલટ તરીકે સેવા આપશે. આ અંગે NASA તરફથી 16 જૂને પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે. સુની વિલિયમ્સને જ્યારે નાસાના બોઈંગ સ્ટારલાઈનર-1 મિશનના કમાન્ડર તરીકે મુકવામાં આવ્યા હતા તે અગાઉ તેમણે CFTમાં બેકઅપ ટેસ્ટ પાઈલટ તરીકે સેવા આપી હતી, જે સ્ટારલાઈનરનું પ્રથમ પોસ્ટ-સર્ટિફિકેશન મિશન હતું.