
ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે ગુજરાતમાં ભરુચ અને ભાવનગર લોકસભા બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં ગુરુવારે રોડ-શો કર્યા હતાં. આ રોડ-શોમાં મોટી સંખ્યામાં પાર્ટીના સમર્થકો સામેલ થયાં હતા.
AAPએ ઇન્ડિયા બ્લોકના ઘટક પક્ષ કોંગ્રેસ સાથે જોડાણ કરીને ગુજરાતના ભરૂચ અને ભાવનગરમાં ઉમેદવારો પોતાના ઉભા રાખ્યા છે. મની લોન્ડરિંગ કેસના સંબંધમાં તિહાર જેલમાં બંધ તેમના પતિની ગેરહાજરીમાં, સુનીતા કેજરીવાલે AAPના લોકસભા પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી છે.તાજેતરમાં, તેમણેએ પૂર્વ દિલ્હી અને પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠકો પર રોડ શો કર્યા હતા જ્યાં AAPએ તેના ઉમેદવારો ઉભા કર્યા છે.
