ડૉ. સુનિલ કોઠારીને હું તેઓ મહાન નૃત્ય વિવેચક બન્યા તે પહેલાં છેક 1966માં નવી દિલ્હીમાં હું પ્રથમ વાર મળી હતી. તેઓ ચિત્રકાર વિવાન સુંદરમના પરિવાર સાથે મૈત્રીપૂર્ણ હતા અને તેઓ હંમેશાં લૉક કરેલા દરવાજાને કૂદીને મોડી રાત સુધી અમારી સાથે તેમના ઉંચા સાદે આનંદથી વાતો કરતા, જેને કારણે અમે વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સંબંધો વિકસાવી શક્યા હતા.
1999માં હું મુંબઇમાં જ રહેતી હતી ત્યારે તેમણે મને કળા વિશે લખવા પ્રોત્સાહન આપ્યું હતું અને પ્રેસ કોર્પ્સના સભ્ય તરીકે મને સેમિનારો અને ઉત્સવોમાં આમંત્રણ આપતાં. હું યુ.એસ. પાછી ગઇ તે પછી પણ અમે આર્ટસ ઇવેન્ટ્સમાં દિલ્હી, ન્યુ યોર્કમાં કે ચેન્નાઇમાં સાથે બેસતા – જે એક વર્ષ પહેલા સુધી ચાલુ રહ્યું હતું. મદ્રાસ મ્યુઝિક ફેસ્ટિવલમાં છેલ્લે મેં તેમને જોયા હતા અને તે પછી એક મહિનાની અંદર લોકડાઉન આવ્યું હતું.
ડૉ. કોઠારી અને મેં સાથે મળીને વિશ્વભરમાંથી પરફોર્મિંગ આર્ટ્સ જોયા હતા. જેમાં જાપાની બૂટોહ થિયેટર, માર્થા ગ્રેહામનું અમેરિકન આધુનિક નૃત્ય, બ્રિટનના અક્રમ ખાન અને આકાશ ઓડેદરાનો સમાવેશ થાય છે. તેઓ 2014માં કેનેડાથી અમારે ત્યાં આવ્યા હતા ત્યારે ફોલ ફોર ડાન્સ ફેસ્ટિવલમાં દસ દિવસમાં અમે લગભગ 20 અસાધારણ કલાકારોના નૃત્યને માણ્યા હતા. જેમાં આકાશ ઓડેદરાનો સમાવેશ પણ થતો હતો. બીજા જ દિવસે, આકાશને એનવાય ડાન્સ અને પર્ફોમન્સ એવોર્ડ (‘બેસી’) મળ્યો હતો. સુનિલ તે કાર્યક્રમમાં મારા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સુનીલને ન્યુ યોર્કના ડાન્સ ક્રિટિક્સ એસોસિએશન તરફથી લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. તેમ છતાં, તેમણે ભાગ્યે જ એવા કોઈ પણ પ્રકાશન માટે લખ્યું છે જે ભારત બહારનું હોય. હું માનું છું કે તે પ્રકાશકોનું નુકસાન છે. તેઓ અવલોકનશીલ અને સમજદાર હતા અને તેની નોંધ હું માત્ર એટલા માટે લઉં છું કારણ કે અમે એક સાથે ભાગ લીધેલા ઘણા શો દરમિયાન હું તેમની ઝીણા અવાજમાં કરાયેલી ટિપ્પણીની સાક્ષી છું.
કોઈ પણ પ્રદર્શનમાં હું કાયમ માટે વસ્તુઓ શોધી શકું છું – ભારતીય અથવા અન્ય – કારણ કે તેમણે મારી આંખો ખોલવામાં મદદ કરી છે. હું માનું છું કે તેમણે, તેમના બધા વાચકોની આંખો ખોલી છે. તેઓ હવે દરેક શોમાં મારી સાથે રહેશે – અને હું આશા રાખું છું કે અમે થિયેટરોમાં ફરી પાછા આવીશું ત્યારે તેઓ મારા કાનમાં મજેદાર વાતો કરશે.
રજિકા પુરી,
ભરતનાટ્યમ અને ઓડિસીમાં પ્રશિક્ષિત, ન્યુ યોર્ક સ્થિત ભારતીય નૃત્ય-થિયેટરના પ્રસ્તુતકર્તા, પ્રી-પર્ફોમન્સ સ્લાઇડ લેક્ચરર અને લેખક.