એક સમયે સુનિલ શેટ્ટીએ બોલીવૂડમાં એક્શન હીરો તરીકે પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું હતું. પછી તેણે રોમેન્ટિક અને કોમેડી ફિલ્મોમાં પણ તેણે નસીબ અજમાવ્યું હતું. જોકે, તેની હેરાફેરી જેવી કોમેડી ફિલ્મોને આજે પણ લોકો પણ યાદ કરે છે. આ ફિલ્મમાં બાબુભાઇનો રોલ કરનાર પરેશ રાવલને સુનિલ શેટ્ટી અસાધારણ કલાકાર તરીકે ઓળખાવે છે. તે કહે છે તેઓ એવા કલાકાર છે કે તેમની સાથે પરદા પર આપણે પણ સારા દેખાઇએ છીએ.
બોલીવૂડમાં પરેશ રાવલ એવા કલાકાર છે જે મારી સૌથી વધુ નજીક છે. મેં તેમની સાથે મારી કારકિર્દીની શરૂઆતમાં અનેક ફિલ્મો કરી છે. તેઓ અસામાન્ય અભિનેતા છે અને તેમના કારણે જ તમે પણ તેની સાથે સારા દેખાવ છો. તેઓ હમેંશા સંબંધોની કદર કરનારા વ્યક્તિ છે. મારા સાથી કલાકાર હોય કે પછી મારા પ્રોડક્શન હાઉસની ફિલ્મ હોય તેઓ મારા નજરમાં પહેલા આવે છે. એકટર તરીકે તેઓ અતુલનીય છે. હેરાફેરીમાં શ્યામ અને રાજુ તો હતાં જ, પણ બાબુભાઇના રોલને કારણે પણ ફિલ્મ વધુ સફળ થઇ હતી.