આતંકવાદ માટે ફંડીંગ કરવા બાબતે યુકેમાં કામચલાઉ યુએસ વોરંટ પર ધરપકડ કરાયેલ મદુરાઈમાં જન્મેલા ભારતીય નાગરિક સુંદર નાગરાજનું યુએસએમાં પ્રત્યાર્પણ કરવાની સુનાવણી શરૂ થઇ છે. માનવ અધિકાર અને બેવડા ગુનાખોરીના આધારે તેઓ પોતાના પ્રત્યાર્પણને પડકારનાર છે.
સુંદર નાગરાજન, (ઉ.વ. 65) કેસ મેનેજમેન્ટ સુનાવણી માટે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં જેલમાંથી વિડિયોલિંક મારફત હાજર થયા હતા. ડિસ્ટ્રિક્ટ જજ જ્હોન ઝાની 22 અને 23 જાન્યુઆરી, 2024ના રોજ બે દિવસની પ્રત્યાર્પણ સુનાવણી કરશે. બંને પક્ષો આગામી વર્ષે 14 જાન્યુઆરી સુધીમાં તેમના પુરાવા, હાડપિંજર દલીલો અને જવાબો સબમિટ કરવાની અપેક્ષા છે.
સુંદર નાગરાજન યુકે અને બેલ્જિયમમાં સરનામાં ધરાવતો હતો અને મેટ્રોપોલિટન પોલીસના રાષ્ટ્રીય પ્રત્યાર્પણ એકમના સશસ્ત્ર પોલીસ અધિકારીઓએ 18 એપ્રિલના રોજ વેસ્ટ લંડનમાં હેયસ ખાતેથી ધરપકડ કરી હતી. નાગરાજન હિઝબોલ્લાહ આતંકવાદી સંગઠનના નાણાં સાથે જોડાયેલ એકાઉન્ટન્ટ છે અને યુએસ સત્તાવાળાઓ દ્વારા છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગુનાઓ માટે વોન્ટેડ છે. તેની સાંઠગાંઠ શ્રીમંત આર્ટ કલેક્ટર અને હીરાના વેપારી, નાઝેમ અહમદ સાથે હોવાનું માનવામાં આવે છે.