Sundar Pichai met Prime Minister Modi
ગૂગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇએ સોમવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. (ANI Photo)

ગૂગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પિચાઇને ચાલુ વર્ષે પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો.તેમણે ભારતના G20 અધ્યક્ષપદ માટે પોતાનો ટેકો આપવાની ઉત્સુકતા દર્શાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે “વડાપ્રધાન મોદી સફળ મીટિંગ માટે આભાર. તમારા નેતૃત્વમાં ઝડપથી ટેક્નોલોજી સંબંધી ફેરફાર થઈ રહ્યા છે, જે પ્રેરણાદાયી છે.”

પિચાઇ ભારતના પ્રવાસે છે. તે ‘ગૂગલ ફોર ઇન્ડિયા ૨૦૨૨’ ઇવેન્ટમાં કેન્દ્રીય આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવા સાથે એક મંચ પર હતા. જેમાં પિચાઇએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગૂગલના ભાવિ વિઝન અંગે વિચાર રજૂ કર્યા હતા.
પિચાઇએ જણાવ્યું હતું કે, “ભાષાઓની સંખ્યામાં વધારો કરવા અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. તાજેતરમાં અમે ભારતની નવ નવી ભાષા ઉમેરી છે. જેમાં આસામીઝ, ભોજપુરી, કોંકણી વગેરેનો સમાવેશ થાય છે. અમે એક પાવરફુલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ પર કામ કરી રહ્યા છીએ. જેની મદદથી અમે હજારો ભાષામાં માહિતી પૂરી પાડી શકીશું.”

LEAVE A REPLY