દુનિયાભરમાં પ્રસરી ચૂકેલી ઘાતક કોરોના મહામારીના સમયમાં ગૂગલએ એક એતિ મહત્વનો નિર્ણય લેતા ભારતમાં 10 અબજ ડોલરનું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગૂગલના જણાવ્યા મુજબ એનો આ નિર્ણય રોકાણ કરવાના હેતુથી ભારતની પારદર્શકતા અને આકર્ષણને દર્શાવે છે. ગૂગલનું કહેવુ છે કે આ રોકાણથી ડિજીટલ ઇન્ડિયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદેશને મહત્વની મદદ મળશે.
વડાપ્રધાન મોદી અને ગૂગલના મુખ્ય કાર્યકારી અધિકારીલ સુંદર પિચાઇ વચ્ચે સોમવારે વીડિયો કોન્ફરન્સ થકી અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ અંગેની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ ટ્વીટ કરી આપી હતી. તેમણે ટ્વીટ લખી હતી કે, સુંદર પિચાઇ સાથે ફળદાયી વાતચીત થઇ, જેમાં અમે ભારતના ખેડૂતો, યુવાનોના જીવનને બદલવા માટે ટેકનીકલ પાવરનો ઉપયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી.
અન્ય એક ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યુ હતું કે અમે એક નવી કાર્યસંસ્કૃતિ વિશે પણ ચર્ચા કરી જે કોવડ-19ને કારણે ઉભરી આવી છે. આ સિવાય ડેટા સુરક્ષા અને સાયબર સુરક્ષાના મહત્વ પર વાતચીત કરવામાં આવી. પીએમ મોદી લખે છે કે ડિજીટલ પેયમેન્ટ જેવા ક્ષેત્રોમાં ગૂગલના પ્રયત્નો વિશે જાણી મને આનંદ થયો.