દિલ્હીની કોર્ટે બુધવારે કોંગ્રેસ નેતા અને ભૂતપુર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરુરને મોટી રાહત આપી હતી. સુનંદા પુષ્કરના મૃત્યુ કેસમાં થરુરને તમામ આરોપોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરી, 2014ના રોજ દિલ્હીની એક હોટલમાંથી 51 વર્ષીય સુનંદા પુષ્કરનો મૃતદેહ મળ્યો હતો. દિલ્હી પોલીસ અનુસાર, આ કેસમાં સુનંદાના પતિ શશી થરુર મુખ્ય આરોપી છે. થરુર અત્યાર સુધી આ કેસમાં જામીન પર હતા. શશિ થરુર વિરુદ્ધ દિલ્હી પોલીસે આઈપીસીની કલમ 498એ અને 306 હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચુકાદા પછી કોર્ટનો આભાર વ્યક્ત કરતાં થરુરે કહ્યું કે, આ સાડા સાત વર્ષ તેમના માટે એક ટોર્ચર સમાન હતા.
શશિ થરુરનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ એડવોકેટ વિકાસ પાહવાએ આ કેસમાં શશિ થરુરને આરોપ મુક્ત કરવાની માંગ કરતાં કહ્યું કે શશિ થરુર વિરુદ્ધ શારીરિક અથવા માનસિક યાતનાનો આરોપ લગાવવામાં નથી આવ્યો. પાહવાએ દલીલ કરી છે કે પોલીસે તપાસ પર ચાર વર્ષ પસાર કર્યા પરંતુ સુનંદા પુષ્કરના મૃત્યુનું કારણ નથી જાણી શકી.