Rishi Sunak apologized for not wearing a seatbelt

લંડનથી લીડ્ઝની મુસાફરી માટે રોયલ એરફોર્સના જેટનો ઉપયોગ કરવા બદલ વડા પ્રધાન ઋષિ સુનક વિવાદે ચઢ્યા છે. જો કે 10 ડાઉનીંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હેલ્થકેર સેન્ટરની મુલાકાત લેતી વખતે લીડ્ઝ જવા માટે વિમાનનો ઉપયોગ કરવા પાછળનું કારણ “તેમના સમયનો સૌથી અસરકારક ઉપયોગ” કરવાનું હતું.

પરંતુ વિવેચકો કહે છે કે સુનકની કરદાતાઓના ભંડોળને બચાવવા અને પરિવહનની પસંદગી ક્લાયમેટ ચેન્જને નજરમાં રાખીને કરવાની દલીલ કરે છે ત્યારે લંડનથી લીડ્ઝ સુધીની 200-માઇલની મુસાફરી ટ્રેન દ્વારા કરીને પોતાની દલીલને સમર્થન આપી શક્યા હોત.

આ સફર ટ્રેન દ્વારા કરવામાં લગભગ અઢી કલાક લાગે છે અને લંડનથી લીડ્ઝનું સ્ટાન્ડર્ડ ક્લાસનુ ભાડુ £100 થાય છે.

LEAVE A REPLY