ઈસ્ટ સરે કન્ઝર્વેટિવ એસોસિએશનના અધ્યક્ષ એન્ડ્રુ બાયર્ડે ઋષિ સુનક વિષેની જાતિવાદી મીમ ઇસ્ટ સરે વિસ્તારના ખાનગી કન્ઝર્વેટિવ વોટેસ્એપ ગ્રૂપમાંથી શેર કર્યા પછી 28 ઓક્ટોબરે રાજીનામું આપ્યું છે.
આ સંદેશમાં નંબર 10 ડાઉનિંગ સ્ટ્રીટની બિલાડી લેરીને “હું બંધ છું” એમ કહીને નિવાસસ્થાનથી દૂર જતી દર્શાવવામાં આવી છે. તે પછી રેસીસ્ટ ટિપ્પણી કરવામાં આવી હતી. ભારતીય મૂળના માતા-પિતાના ઘરે જન્મેલા બ્રિટિશ-એશિયન વડાપ્રધાન સુનક વિષે આ ટિપ્પણીઓ ક્યારે કરવામાં આવી હતી તે જાણી શકાયું નથી. તે ચેટમાં અન્ય કેટલાક લોકોએ મિસ્ટર બાયર્ડ દ્વારા શેર કરાયેલ મીમ નકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તે કાઢી નાખવી જોઈએ એમ કહ્યું હતું. એકે મીમને “અપમાનજનક” ગણાવી હતી. મીમ પોસ્ટ કરાયા બાદ સરે એરિયા કન્ઝર્વેટિવ પાર્ટી મેનેજમેન્ટ ટીમને ફરિયાદ કરાઇ હતી.
કન્ઝર્વેટિવના બંધારણના વિગતવાર નિયમો અનુસાર નવા અધ્યક્ષની પસંદગી યોગ્ય સમયે કરવામાં આવશે. તેઓ ઇસ્ટ સરે કોલેજમાં બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા આપે છે અને 2008થી રેડહિલ સ્થિત ફર્ધર એજ્યુકેશન કોલેજના ગવર્નર છે અને 2016માં અધ્યક્ષ બન્યા હતા. આ વર્ષની શરૂઆતમાં શિક્ષણ માટેની સેવાઓ બદલ રાણીના જન્મદિવસના સન્માનના ભાગ રૂપે MBE એનાયત કરાયો હતો.