માન્ચેસ્ટરમાં યોજાયેલ કોન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં પક્ષને ફરીથી લોંચ કરવાનો પ્રયાસ કર્યા બાદ પણ ઋષિ સુનક પોતાની લોકપ્રિયતામાં કોઈ સકારાત્મક બાઉન્સ મેળવી શક્યા નથી. બીજી તરફ લિવરપૂલમાં યોજાયેલ લેબર કોન્ફરન્સ બાદ લેબર પાર્ટીએ ત્રણ પોઈન્ટના વધારા સાથે 42% મત મેળવ્યા હવાનું નવા ઓપિનિયન પોલમાં જણાવાયું છે. તે સાથે લેબરે પોતાના નજીકના હરીફ ટોરીઝ સામે પોતાની લીડને 13 પોઈન્ટ સુધી વધારી છે.
ડેઇલી ઓબ્ઝર્વર માટેના તાજેતરનો ઓપિનિયન પોલ દર્શાવે છે કે કન્ઝર્વેટિવ 29% મત સાથે યથાવત સ્થાન પર છે અને લિબરલ ડેમોક્રેટ્સ એક પોઈન્ટ નીચે એટલે કે 11% પર છે. જ્યારે ગ્રીન્સ અને રિફોર્મ બંને 6% પર છે. નીચે છે.
જો કે હકારાત્મક અભિગમ ધરાવતા લોકો માને છે કે ટોરીઝ માટે ચૂંટણી પહેલાને આગામી એક વર્ષમાં 6 મતની લીડ મેળવવી અઘરી નથી. આમ થશે તો બન્ને પક્ષની લીડ સરખી હશે અને છેલ્લે સત્તારૂઢ પાર્ટીનો લાભ ટોરીઝને મળશે. આશા તો એવી રખાય છે કે તેવા સંજોગોમાં ટોરીઝ લિબ ડેમ સાથે જોડાઇને સરકાર બનાવી શકે છે.
ટોરી વ્યૂહરચનાકારોએ આશા વ્યક્ત કરી હતી કે ટોરી કોન્ફરન્સ અને સુનકની આકર્ષક નવી નીતિઓ અને નાટકીય યુ-ટર્ન મતદારો પર આકર્ષણ જમાવશે. પણ તે યોજના કારગત નિવડી નથી.
સર કેર સ્ટાર્મરની લેબર પાર્ટી કન્ઝર્વેટિવ્સ કરતા વધુ એકજૂથ જોવા મળે છે. લગભગ 47% મતદારો માને છે કે લેબર એક છે જ્યારે માત્ર 29% માને છે કે તેઓ વિભાજિત છે. બીજી બાજુ 50% મતદારો માને છે કે ટોરીઝને વિભાજિત છે. જ્યારે માત્ર 30% લોકો તે એક હોવાનું માને છે.
આગામી સામાન્ય ચૂંટણીમાં લેબર સૌથી મોટી પાર્ટી બનશે એવું લગભગ 52% મતદારો માની રહ્યા છે. તેની સામે ટોરીઝ માટે 26% લોકો માને છે.