Rishi Sunak may benefit from undecided voters: Survey
REUTERS/Toby Melville

વડા પ્રધાન ઋષિ સુનકે મંગળવારે સાંજે ગ્રાન્ટ શૅપ્સની એનર્જી સીક્યુરીટી મિનિસ્ટર અને કેમી બેડેનોકની બિઝનેસ અને ટ્રેડ મિનિસ્ટર તરીકે નિયુક્તી કરી હતી. તેમણે ચાર નવા સરકારી વિભાગો બનાવ્યા હતા અને ટોચની ટીમમાં ફેરફારો કર્યા હતા.

સુનકે એનર્જી સીક્યુરીટી અને નેટ ઝીરો માટે એક વિભાગની તથા સાયન્સ, ઇનોવેશન અને ટેક્નોલોજી માટે બીજા વિભાગની રચના કરી એક મોટા વિભાગને વિભાજિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ફુગાવાને અડધો કરવા અને અર્થવ્યવસ્થાના વિકાસમાં તેમની યોજનાઓ પહોંચાડવામાં આ કાર્ય મદદ કરશે.

મિશેલ ડોનેલન સાયન્સ, ઇનોવેશન અને ટેક્નોલોજી વિભાગના મિનિસ્ટર તથા લ્યુસી ફ્રેઝર હવે કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ મિનિસ્ટર બન્યા છે. સુનકે કન્ઝર્વેટિવ પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે નદીમ ઝહાવીની જગ્યાએ ગ્રેગ હેન્ડ્સને લીધા છે.

LEAVE A REPLY