Does not consider Britain a racist country: Rishi Sunak
(Photo by Hannah McKay-Pool/Getty Images)

યુકેમાં આ વર્ષે એનર્જીના ભાવ ત્રણ ગણા કરતાં વધુ થઇ રહ્યાં છે ત્યારે ઋષિ સુનકે તા. 11ના રોજ ઘરો માટે વધતા ખર્ચને પહોંચી વળવા ઊર્જા બિલમાં ઘટાડા સહિતની યોજના તૈયાર કરી છે. ‘ધ ટાઈમ્સ’માં લખતાં જણાવ્યું હતું કે VATમાં ઘટાડા સાથે દરેક ઘરને તેમના ઊર્જા બિલ પર લગભગ £200ની બચત મળશે. ચેરીટી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર મલ્ટિ-બિલિયન પાઉન્ડ સપોર્ટ પેકેજ શરૂ નહીં કરે તો લાખો લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે.

સુનકે જણાવ્યું હતું કે તેમની યોજના “સૌથી વધુ સંવેદનશીલ લોકો, પેન્શનરો અને દરેક માટે કેટલાક સમર્થનને આવરી લેશે. લોકો અને પેન્શનરોના સૌથી સંવેદનશીલ જૂથને વેલ્ફેર પ્રણાલી દ્વારા ઊર્જા ખર્ચને પહોંચી વળવા માટે નાણાં મળશે. ઊર્જાના ભાવમાં સતત વધારો થતો રહે છે તે જોતાં, સરકાર મેં રજૂ કરેલ એનર્જી પ્રોફિટ લેવીમાંથી વધુ આવક વધારશે તેવી પણ શક્યતા છે.”

ટ્રુસે બુધવારે એમ પણ કહ્યું હતું કે જો તેઓ પીએમ બનશે તો તેઓ ઉર્જા કંપનીઓ સાથે મળીને કિંમતો ઘટાડવા માટે કામ કરશે.