ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ ચાન્સેલરની જૂની ખાનગી શાળા વિન્ચેસ્ટર કોલેજને £100,000 કરતાં વધુનું દાન આપ્યું હોવાનું બહાર આવ્યું છે. 2020થી શાળાના જર્નલમાં સુનકને કુલ £100,000થી વધુ રકમનું દાન કરનાર નિયમિત દાતા બતાવાઇ રહ્યા છે.
ઋષિ સુનકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “ઋષિ અને તેમની પત્ની અક્ષતાએ ઘણા વર્ષોથી અસંખ્ય સખાવતી સંસ્થાઓને અને ચેરીટી કાર્યો માટે દાન આપ્યું છે અને હજુ પણ તેઓ દાન કરવાનું ચાલુ રાખશે. આ દાન એવા બાળકોને શિષ્યવૃત્તિમાં મદદ કરવા માટે આપવામાં આવે છે જેમને અન્ય કોઇ પણ રીતે વિન્ચેસ્ટર કોલેજમાં જવાની તક ન મળે.’’
સુનકે માને છે કે તેમને આ પદ સુધુ પહોંચાડવામાં વિન્ચેસ્ટર કોલેજનો મહત્વનો ફાળો છે અને તેઓ તેના ખરેખર આભારી છે.
અહેવાલો અનુસાર, તેમનું નાણાં ભંડોળ એવા બાળકો માટે બર્સરી છે જેમના માતા-પિતા તેમના બાળકોને નાણાંના અભાવના કારણે શાળામાં મોકલવા માટે સક્ષમ ન હોય. વિન્ચેસ્ટર કોલેજ વાર્ષિક £43,335 અથવા એક ટર્મના £14,445 ચાર્જ કરે છે.