વડા પ્રધાન ઋષિ સુનક, તેમની પત્ની અક્ષતા મૂર્તિ, બે બાળકો કૃષ્ણા અને અનુષ્કા તથા પોતાના માતા-પિતા સાથે દિવાળી પર્વે તા. 12ના રોજ સાંજે સાઉધમ્પ્ટનમાં રેડક્લિફ રોડ પર આવેલા આવેલા વૈદિક સોસાયટી હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો સાથે દિવાળીની ઉજવણીમાં જોડાયા હતા. તેમણે મંદિરની આરતીમાં અને સાથે બેસીને ભજન – કિર્તનમાં પણ ભાગ લીધો હતો.
ઉપસ્થિત દર્શનાર્થીઓને સંબોધતા શ્રી સુનકે કહ્યું હતું કે “સાઉધમ્પ્ટનમાં ઘરે પાછા આવવું અદ્ભુત છે. બાળક તરીકે અહીં મારા સમયની ઘણી બધી ખુશીભરી યાદો છે. આ એ સ્થળ છે જ્યાં કુટુંબ, વિશ્વાસ અને સેવા, શિક્ષણ અને સખત મહેનતના મહત્વ જેવા મૂલ્યો સાથે મારા માતાપિતાએ મને ઉછેર્યો હતો. આજુબાજુ જોતાં, મને પ્રેરણા મળે છે કે અહિં એક આખી નવી પેઢી છે જે સમાન મૂલ્યો સાથે ઉછરી રહી છે.”
વડા પ્રધાનનો જન્મ સાઉધમ્પ્ટનમાં થયો હતો અને ત્યાંજ મો
ટા થયા હતા, જ્યાં તેમના પિતા જીપી હતા અને માતા પોતાની ફાર્મસી ચલાવતા હતા. આ મુલાકાતે ડોર્સેટ અને આઇલ ઓફ વાઇટ સહિતના અન્ય વિસ્તારોના હિન્દુઓને આકર્ષ્યા હતા.