ભારત અને યુકે ટૂંક સમયમાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકની નવી દિલ્હીની સંભવિત મુલાકાત પર વિચાર કરી રહ્યા છે. પરંતુ તેનો આધાર ભારત અને યુકે બહુ સમયથી રાહ જોવાઇ રહી છે તે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને મજબૂત કરવા માટે બાકીના મતભેદોને ઉકેલી શકાય છે કે કેમ તેના પર નિર્ભર હોઈ શકે છે.
ભારત અને યુકેએ FTAના 26 માંથી 24 પ્રકરણોને અંતિમ સ્વરૂપ આપ્યું હોવાનું જાણવા મળે છે અને હવે લોકોની ગતિશીલતા અને અમુક વસ્તુઓ પરની આયાત ડ્યુટીના કન્સેશન સહિતના કેટલાક વિવાદાસ્પદ મુદ્દાઓ પર મતભેદોને દૂર કરી કરારને પાકો કરવા માટે તેઓ રાહ જોઈ રહ્યા છે. જાણવા મળેલ છે કે સુનક 29 ઓક્ટોબરે લખનૌમાં રમાનારી ભારત-ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ જોવા જાય તેવી શક્યતા છે.
સુનકે ગયા મહિને G20 સમિટમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. તેમણે FTA વાટાઘાટોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે બાકીના મુદ્દાઓને વહેલી તકે ઉકેલી શકાય છે. જેથી સંતુલિત, પરસ્પર ફાયદાકારક અને આગળ દેખાતા વેપાર કરારને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે.
G20 સમિટ પહેલા, સુનકે જણાવ્યું હતું કે ભારત સાથેનો FTA આધુનિક સોદો હશે જે બંને પક્ષોને લાભ કરાવશે અને 2030 સુધીમાં વેપાર બમણો કરવાની સહિયારી મહત્વાકાંક્ષાને સરળ બનાવશે. આ વેપાર સોદો ભારતીય નિકાસકારોને ભારતના 48 મિલિયન નાના અને મધ્યમ ઉદ્યોગોને બ્રિટિશ બજારમાં પ્રવેશ મેળવવામાં મદદ કરી શકે છે. અમારા વેપાર સંબંધોને વિસ્તૃત કરવાની આ તક મળવી ખૂબ જ રોમાંચક છે, અને ભારતે મુક્ત વેપાર સોદા માટે વાટાઘાટ કરી હોય તેવો પહેલો યુરોપીયન દેશ બનવાનું છે.”
મે 2021માં મોદી અને બોરિસ જોન્સન વચ્ચે યોજાયેલી ભારત-યુકે વર્ચ્યુઅલ સમિટ દરમિયાન ભારત-યુકે સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવામાં આવ્યું હતું. તે સમિટમાં, બંને પક્ષોએ વ્યાપાર અને અર્થતંત્ર, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા પરિવર્તન અને લોકો-થી-લોકોના જોડાણો જેવા મુખ્ય ક્ષેત્રોમાં સંબંધોને વિસ્તૃત કરવા માટે 10-વર્ષનો રોડમેપ અપનાવ્યો હતો.