વડા પ્રધાન ઋષિ સુનકે સોમવાર તા. 11ના રોજ કોવિડ રોગચાળામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારોની માફી માંગી છે. તેમને માટે મુશ્કેલ અઠવાડિયામાં ચાલી રહેલી જાહેર તપાસ દરમિયાન તેમના પુરાવા રજૂ કર્યા હતા.
સુનકે કહ્યું હતું કે “જેમણે રોગચાળા દ્વારા પ્રિયજનો, પરિવારના સભ્યોને ગુમાવ્યા છે અને જેઓ રોગચાળા દરમિયાન વિવિધ રીતે પીડાયા છે અને જે પગલાં લેવામાં આવ્યા છે તે માટે દિલગીર છું. હું આજે અહીં ચર્ચા સાથે તપાસમાં મદદ કરવા રચનાત્મક નિખાલસતાની ભાવનાથી કોવિડ તપાસમાં પુરાવા આપવા માંગુ છું જેથી લેસન શીખી શકાય. મેં છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિશે ઘણું વિચાર્યું છે, તે મહત્વપૂર્ણ છે કે આપણે પાઠ શીખીએ જેથી કરીને આપણે ભવિષ્યમાં વધુ સારી રીતે તૈયાર થઈ શકીએ.’’
સુનકે તે સમયે વડા પ્રધાન તરીકે બોરિસ જૉન્સનના નિર્ણય લેવાના દબાણનો બચાવ કરતાં કહ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ બોસને પત્ની અક્ષતા મૂર્તિ કરતાં પણ વધુ મળ્યા હતા.
સુનકની કેટલાક ગુમ થયેલા વોટ્સએપ સંદેશાઓ વિશે પૂછપરછ કરાઇ હતી. જેના જવાબમાં તેમણે દાવો કર્યો હતો કે તાજેતરના વર્ષોમાં ઘણી વખત ફોન બદલવાના કારણે તે ખોવાઈ ગયા હશે અને સરકારી કામ માટે તેનો વપરાશ કરતા નથી.
સરકાર દ્વારા રોગચાળાના સંચાલનની સત્તાવાર તપાસ બેરોનેસ હીથર હેલેટ દ્વારા કરવામાં આવી રહી છે, જે જૂનથી લંડનમાં લાઇવ ટેલિકાસ્ટ સાથે પુરાવાઓની સુનાવણી કરી રહ્યા છે. ગયા અઠવાડિયે, બોરિસ જૉન્સને તેમના પુરાવા આપ્યા હતા અને પીડિતોની માફી સાથે ખુલાસો પણ કર્યો હતો.