પીએમ ઋષિ સુનકે શું તેઓ ‘ફાર્મસી બંધ થવાને રોકવા માટે તાત્કાલિક પગલાં લેશે’ કે કેમ તેનો જવાબ આપતા તા. 26 એપ્રિલના રોજ સંસદમાં વડા પ્રધાનના પ્રશ્નો (PMQs) વખતે બાંહેધરી આપી હતી કે “અમે કોમ્યુનિટી ફાર્મસીઓને ટેકો આપવા માટે બનતું બધું કરવાનું ચાલુ રાખીશું.”
નોસ્લી માટેના લેબર સાંસદ અને ઓલ-પાર્ટી ફાર્મસી ગ્રૂપના સભ્ય, જ્યોર્જ હોવાર્થે જણાવ્યું હતું કે “NHSમાં ક્ષમતાનો દીર્ઘકાલીન અભાવ છે અને ઈંગ્લેન્ડમાં દર મહિને સરેરાશ 10 ફાર્મસી બંધ થવાની સમસ્યા છે.
સુનકે જવાબ આપ્યો: “હું દિલથી ચેમ્પિયન રહ્યો છું અને કોમ્યુનિટી ફાર્માસિસ્ટ જે ભૂમિકા ભજવી શકે છે તેમાં વિશ્વાસ રાખું છું. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે તેઓ પ્રાયમરી કેરમાં કેટલાક દબાણોને હળવા કરવા માટે બધું કરી શકે. અમે સેક્ટર સાથે સક્રિયપણે વાત કરી રહ્યા છીએ. હું જાતે જાણું છું કે કોમ્યુનિટી ફાર્માસિસ્ટ તેમના સમુદાયમાં કેટલા સન્માનિત છે. મને લાગે છે કે તેઓ સમય જતાં અમારા માટે વધુ કરી શકશે.”