UK Hosts Global Food Security Summit
(Photo by Dan Kitwood/Getty Images)

પોતાની રમૂજને દર્શાવતા વડા પ્રધાન ઋષિ સુનકે 1990ના દાયકાની હોલીવુડ ફિલ્મ ‘હોમ અલોન’થી પ્રેરિત એક વિડીયો સાથે ક્રિસમસની ઉજવણી કરી “મેરી ક્રિસમસ ફ્રોમ ડાઉનિંગ સ્ટ્રીટ”નો સંદેશ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વિડીયોમાં ઉત્સવ દરમિયાન પણ 43 વર્ષીય બ્રિટિશ ભારતીય નેતા 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તેમના ડેસ્ક પર સખત મહેનત કરતા જોઈ શકાય છે અને તેઓ જાતને પૂછે છે કે “શું હું અહીં એકલો જ છું?”

તેઓ ક્રિકેટની બોલીંગ કરતા પોતાને પ્રિય એવા કોકા કોલા ડ્રિંક્સના ત્રણ સ્ટમ્પને બોલ ફેંકીને ઉડાવતા દેખાયા હતા. તો 2003ની ક્રિસમસ ફિલ્મ ‘એલ્ફ’ જોતી વખતે તેઓ મેપલ સિરપ સાથે સ્પગેટ્ટીની પ્લેટ ખાતા દેખાયા હતા. વિડીયોમાં ડાઉનિંગ સ્ટ્રીટની રહેવાસી બિલાડી, લેરી, પ્રેસ ઓફિસમાં ટેલિફોનના ઘંટડી વાગે છે તે પહેલાં તેમને કંપની આપવા માટે ત્યાં હાજર દેખાઇ હતી. વાગતી રીંગ ‘સન’ અખબારના રાજકીય સંપાદક હેરી કોલની હોવાનું મનાય છે તેમણે “હેરી”ને કહ્યું હતું કે ખોટો નંબર છે.

સોમવારના રોજ એક્સ પર શેર કરાયેલ 72-સેકન્ડના ટૂંકા વિડિયોને કેટલાક લોકો 2003ની ક્રિસમસ ફિલ્મ ‘લવ એક્ચ્યુઅલી’ સાથે સરખાવે છે જેમાં અભિનેતા હ્યુ ગ્રાન્ટ, બ્રિટિશ વડા પ્રધાનની ભૂમિકામાં, 10 ડાઉનિંગના ખાલી કોરિડોરમાં રમુજી ડાન્સ કરે છે.

સુનકે ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું હતું કે “હું હમેશા બ્રાઇન કરું છું અને પછી ટર્કીને રાંધું છું. ક્રિસમસના  આગલા દિવસે મારી દીકરીઓ સાથે ‘ધ સ્નોમેન’ જોઉં અને ક્રિસમસના રોજ ‘ધ હોલિડે’ જોઉં છું. સુનક યોર્કશાયરમાં કી વર્કર્સ માટે મીન્સ પાઈ, સ્વીટ ક્રિસમસ ટ્રીટ્સના બોક્સની ખરીદી કરતી જોવા મળ્યા હતા.

સુનકે ક્રિસમસના આગલા દિવસે X પર પોસ્ટ કર્યું હતું કે “યોર્કશાયરના ઘરે જતા સમયે, મને આ દેશને ચાલુ રાખનારા કેટલાક અદ્ભુત લોકોનો આભાર માનવાની તક મળી. તમે જે કામ કરો છો તેના માટે અમે ખૂબ જ આભારી છીએ.”

સત્તાવાર ક્રિસમસ સંદેશમાં, તેમણે લોકોને “ઉજ્જવળ ભવિષ્યના વચન” પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરતાં કહ્યું હતું કે “ક્રિસમસ એ શાંતિ, આનંદ, કરુણાનો સમય છે. આશાનો સમય અને વધુ સારી દુનિયાનું વચન. ચાલો નવા વર્ષમાં ઉજ્જવળ ભવિષ્યના તે વચનને જાળવીએ.” તેમણે નેશનલ હેલ્થ સર્વિસ (NHS) સ્ટાફ, પોલીસ અને સશસ્ત્ર દળોનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY