(Photo by Leon Neal/Getty Images)

યુએસ પ્રમુખ જો બાઇડેન અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે ઐતિહાસિક સુરક્ષા જોડાણને મજબૂત બનાવવાનો હેતુ સાથે ગુરુવારે તા. 8ના રોજ બન્ને દેશો વચ્ચે અદ્યતન ટેક્નોલોજી, સ્વચ્છ ઉર્જા અને નિર્ણાયક ખનિજો પર કેન્દ્રિત ભાગીદારીની જાહેરાત કરી “એટલાન્ટિક ઘોષણા” પર હસ્તાક્ષર કર્યા હતા. સુનકે આ ભાગીદારીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય આર્થિક અને વ્યાપારી સંબંધોનો સમાવેશ કરતી પ્રથમ પ્રકારની આર્થિક તરીકે વર્ણવી હતી. સુનકની વ્હાઇટ હાઉસની સત્તાવાર મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.

યુક્રેનમાં રશિયાના સંઘર્ષ અને એશિયામાં ચીનના અડગ વલણના પ્રતિભાવમાં બ્રિટન અને યુએસ વચ્ચેની સૈન્ય અને સુરક્ષા ભાગીદારી વધુ મજબૂત બની છે. જો કે બંને રાષ્ટ્રો વચ્ચે અપેક્ષિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હજુ સાકાર થયો નથી.

જો બાઇડેને પત્રકારોને આ અંગે કહ્યું હતું કે “અમારી આર્થિક ભાગીદારી એક પ્રચંડ શક્તિ છે – શક્તિનો એ સ્ત્રોત જે આપણે સાથે મળીને કરીએ છીએ તે બધું જ એન્કર કરે છે.’’

સુનકે આ નવી ભાગીદારીની જાહેરાત કરતા કહ્યું હતું કે “હું જાણું છું કે કેટલાક લોકોને આશ્ચર્ય થયું છે કે EU છોડ્યા પછી બ્રિટન કેવા પ્રકારનું ભાગીદાર બની રહેશે. હું એમ કહેવા માંગુ છું કે અમારા પગલા જોઇને તમે તે નક્કી કરો. અમે અમારા મૂલ્યો માટે હંમેશની જેમ પ્રતિબદ્ધ છીએ, હંમેશની જેમ સાથી તરીકે ભરોસાપાત્ર છીએ, રોકાણ માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે આકર્ષક છીએ.”

EUમાંથી બહાર નીકળ્યા બાદ, રાજકીય અસ્થિરતા વચ્ચે ઓક્ટોબરમાં કાર્યભાર સંભાળનાર સુનક યુએસ અને યુકે વચ્ચેના વેપારી સંબંધોને વધારવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે.  FTA માટે મર્યાદિત સંભાવનાઓ હોવા છતાં સુનકે સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના સમર્થનમાં, બાઇડેન કૉંગ્રેસને ડીફેન્સ પ્રોડક્શન એક્ટમાં સુધારો કરવા વિનંતી કરવાનો ઇરાદો ધરાવે છે. જેનાથી બ્રિટિશ સપ્લાયર્સને મદદ મળે છે.

વધુમાં, બાઇડેન અને સુનકે એક મહત્વપૂર્ણ ખનિજ કરાર અંગે ચર્ચાઓ શરૂ કરી હતી. સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અંગેના કાયદાએ લંડન અને સિઓલ સહિતના યુએસ સહયોગીઓમાં ચિંતા વધારી છે. બીજી તરફ બાઇડેન આ મુદ્દાને ઉકેલવા માટે યુરોપિયન યુનિયનના નેતાઓ સાથે અલગ ચર્ચામાં વ્યસ્ત છે.

લાંબા ગાળા માટે યુક્રેનને ટેકો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા, સુનક અને બાઇડેનનો હેતુ રશિયન નેતા વ્લાદિમીર પુતિનને એક નિશ્ચિત સંદેશ મોકલવાનો હતો. તેમણે યુક્રેન માટે સહયોગી સમર્થનની રાહ જોવાની નિરર્થકતા પર ભાર મૂક્યો હતો અને પુતિનને તેમના દળો પાછા ખેંચવા વિનંતી કરી હતી.

સુનાકે બાઇડેનને કહ્યું હતું કે “આ રૂમમાં આપણા પુરોગામીઓએ સાથે મળીને લડેલા યુદ્ધો અંગે ચર્ચા કરવી પડી હતી તો સાથે મળીને શાંતિ જીતી પણ હતી. ફરીથી, અડધી સદીમાં પ્રથમ વખત, આપણે યુરોપિયન ખંડમાં યુદ્ધનો સામનો કરી રહ્યા છીએ, અને યુ.એસ. અને યુકે પહેલાં કર્યું હતું તેમ યુક્રેનને ટેકો આપવા માટે એકસાથે ઉભા છે.”

ગુરુવારની ચર્ચા દરમિયાન, સુનકે પત્રકારોને માહિતી આપી હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેફ્ટીનો વિષય સંબોધવામાં આવ્યો હતો અને બ્રિટન આગામી ઑટમમાં આ બાબતે પ્રથમ સમિટનું આયોજન કરવાની યોજના ધરાવે છે. જેનો હેતુ AI સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવામાં આંતરરાષ્ટ્રીય સહયોગને સરળ બનાવવાનો છે. કોમ્પ્રિહેન્સીવ ટ્રેડ ડીલની ગેરહાજરીના બ્રિટન યુએસના વિવિધ રાજ્યો સાથે વ્યક્તિગત કરારો કરી રહ્યું છે અને વધુ “લક્ષિત કરારો” સ્થાપિત કરવા માંગે છે.

સુનકને નાટોના આગામી સેક્રેટરી-જનરલ તરીકે યુકેના ડીફેન્સ સેક્રેટરી બેન વોલેસની ઉમેદવારી માટે બાઇડેનના સમર્થનની અપેક્ષા રાખે છે. બીજી તરફ બાઇડેને કહ્યું હતું કે કોઈપણ નવા નાટો નેતાને જોડાયેલા તમામ સભ્યોની સમજૂતીની જરૂર પડશે.

ચર્ચા પહેલા, સુનકે બુધવારે યુએસ કેપિટોલની મુલાકાત લીધી હતી અને રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષોના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકોમાં સામેલ થયા હતા.

LEAVE A REPLY