અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન પછી યુકેના વડાપ્રધાન ઋષિ સુનક ગુરુવારે ઇઝરાયેલની મુલાકાતે ગયા હતા અને આતંકવાદ સામેની લડાઇમાં યુકેનું સમર્થન જાહેર કર્યું હતું. ઇઝરાયેલના પ્રેસિડન્ટ આઇઝેક હરઝોગને સાથેની બેઠકમાં સુનકે હમાસના હુમલા પછી સ્વબચાવ કરવાના ઇઝરાયેલના અધિકારનું સમર્થન કર્યું હતું અને તેની સાથે ગાઝામાં માનવાવાદી કાર્યો માટે માર્ગ કરવાનો અનુરોધ કર્યો હતો.

બંને નેતાઓએ આ પ્રદેશમાં હિંસા ઉગ્ર ન બને તેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સુનકે જણાવ્યું હતું કે અમે તમારા લોકો અને સ્વબચાવ કરવાના તમારા અધિકારના સમર્થનમાં ઊભા રહીશું. અમે તમારા દેશમાં ફરી સુરક્ષા લાવવામાં અને બંધકોને પરત લાવવામાં તમારું સમર્થન કરીશું. હમાસના કૃત્યોનો પેલેસ્ટિયન ભોગ બન્યાં છે. તે મહત્વનું છે કે આપણે માનવતાવાદી પ્રવેશ આપવાનું ચાલુ રાખીએ.

સુનકે એરપોર્ટ પર ઉતર્યા પછી પત્રકારોને જણાવ્યું હતું કે  હું ઇઝરાયેલી લોકો સાથે મારી એકતા વ્યક્ત કરવા માટે અહીં છું. તમે આતંકવાદના ભયાનક કૃત્યનો ભોગ બન્યા છો અને હું ઇચ્છું છું કે તમે જાણો કે યુનાઇટેડ કિંગડમ અને હું તમારી સાથે ઉભા છીએ

સુનકના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલ પરના હુમલા બાદ ઓછામાં ઓછા સાત બ્રિટિશ નાગરિકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા નવ હજુ પણ ગુમ છે.

ઇઝરાયેલને સમર્થન આપવા બદલ તેના પ્રેસિડન્ટે સુનકનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તમારી હાજરી એ હકીકત માટે “એક પ્રકારનો ટેકો ઓફર કરે છે કે અમે આ દુશ્મનની લશ્કરી ક્ષમતાઓને જડમૂળથી ખતમ કરવા માટે છીએ, જેથી અમે શિષ્ટ, પ્રામાણિક, નિર્દોષ લોકોને સરહદ પર રહી શકે તે સુનિશ્ચિત કરી શકીએ અને અને અમારા પેલેસ્ટિનિયન પડોશીઓ સાથે શાંતિ સ્થાપી શકીએ.

LEAVE A REPLY