કોવિડના કારણે સૌથી વધુ અસર પામેલી દેશની હોસ્પિટાલીટી અને રીટેઇલ ક્ષેત્રને ઝડપી સધ્ધરતા મળે તે માટે આવી તમામ કંપનીઓની પ્રોડક્ટ્સ કે સેવા ખરીદવા માટે ચાન્સેલર ઋષી સુનક પાસે યુકેના તમામ પુખ્ત વયના લોકોને £500ની રકમનું અને બાળકોને £250નું વાઉચર્સ આપવા ભલામણ કરવામાં આવી છે. આ યોજના લાગુ પાડવામાં આવશે તો સરકારને £30 બિલીયનનો ખર્ચ થશે.
રિઝોલ્યુશન ફાઉન્ડેશન થિંકટેન્ક દ્વારા તૈયાર કરાયેલ આ દરખાસ્તો અંગે ટ્રેઝરી વિભાગ સાથે વાતચીત થઈ છે અને ટ્રેઝરી વિભાગ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત વાઉચર ફક્ત હોસ્પિટાલીટી અને રિટેલ જેવા કેટલાક પસંદ કરાયેલા ક્ષેત્રમાં આશરે એકાદ વર્ષના સમયગાળામાં વાપરી શકાશે. તેના માટે લોકોએ હાઇસ્ટ્રીટની દુકાનોમાં રૂબરૂ જવું પડશે અને ઑનલાઇન ખરીદી કરી શકાશે નહિ.
આ યોજનાનો ચીન, તાઇવાન અને માલ્ટામાં પહેલેથી જ અમલ કરાઇ ચૂક્યો છે. ગઈકાલે રાત્રે શ્રી સુનક દ્વારા બુધવારે સંકટમાં મુકાયેલા અર્થતંત્રની સ્થિતિ અંગેના “ઉનાળાના અપડેટ” પહેલાં, ટ્રેઝરીએ ટૂંકી અથવા મધ્યમ ગાળામાં સમાન યોજના શરૂ કરવાનો ઇનકાર કર્યો હતો.
રિઝોલ્યુશન ફાઉન્ડેશન કહે છે કે તેનો વિચાર હંગામી ધોરણે VAT રદ કરવા અને સરકાર તરફથી વ્યક્તિઓને એકાદ વખત રોકડ – ભેટો આપવા કરતા સારો છે. જોકે વ્હાઇટહોલમાં તે અંગે પણ વિચારણા કરવામાં આવે છે. જો કે અર્થશાસ્ત્રીઓ તેને ઉપયોગી માનતા નથી.
ચાન્સેલર સુનક બુધવારે “બ્રિટનની રીકવરી સુરક્ષિત કરવાની યોજનાના આગળના તબક્કાની રૂપરેખા આપનાર છે.