પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગયા અઠવાડિયે ત્રણમાંથી બે પેટાચૂંટણી હારનાર ટોરી પાર્ટી માટેનું સમર્થન જીતવાના પ્રયાસમાં બર્મિંગહામમાં હાઉસિંગ ડેવલપમેન્ટની મુલાકાતે ગયેલા બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે તા. 24ના રોજ ગવર્નિંગ કન્ઝર્વેટિવ પાર્ટીના 1 મિલિયન ઘરો બાંધવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવાના સરકારના મેનિફેસ્ટોની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેમના આ વચનને ઊંચા ફુગાવાના કારણે વધતા વ્યાજ દરો, આકરા મોરગેજ અને વઘતા ભાડાને કારણે તકલીફ અનુભવતા યુવાન મતદારોને અપીલ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

સુનકે કહ્યું હતું કે “તમારા પ્રથમ ઘરની ચાવી મેળવવી એ એક વિશેષ લાગણી છે. પરંતુ હું જાણું છું કે ઘણા બધા લોકો માટે ઘરની માલિકીનું સપનું એક સ્વપ્ન જેવું જ લાગે છે. મારી પાસે હાઉસિંગ લેડર પર વધુ પરિવારોને ટેકો આપવાની હિંમતવાન યોજના છે. આજે અમારા સુધારાઓ બિનઉપયોગી બ્રાઉનફિલ્ડ જમીનને પુનઃઉત્પાદિત કરીને, પ્લાનિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરીને અને મકાનમાલિકોને તેમના ઘરોના રિનોવેશન અને વિસ્તારવામાં મદદ કરીને તેને વાસ્તવિક બનાવવામાં મદદ કરશે.’’

ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે સરકાર પ્લાનિંગ સીસ્ટમના અવરોધોને દૂર કરવા માટે પણ પગલાં લેશે જે વિકાસને ગૂંગળાવી નાખે છે અને ધીમો પાડે છે અને વૃદ્ધિ તથા રોકાણને અટકાવે છે. ઘરોના બેકલોગ્સ દૂર કરવા અને યોગ્ય કૌશલ્યો મેળવવા માટે £24 મિલિયન પ્લાનિંગ સ્કીલ્સ ડિલિવરી ફંડ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત દુકાનો, ટેકઅવે અને બંટીંગ શોપ્સને ઘરોમાં રૂપાંતરિત કરવા અને બાર્ન્સ, ખેતી માટેની ઇમારતો તથા બિનઉપયોગી વેરહાઉસનો પુનઃઉપયોગ કરવાનું પણ સુનક સરકારના એજન્ડામાં છે.

LEAVE A REPLY