સુખપાલ સિંહ આહલુવાલિયાએ બિઝનેસના સફળ રાષ્ટ્રીય રોલ-આઉટને પગલે અગ્રણી કોમર્શિયલ વ્હિકલ પાર્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર ડાઇગ્રાફમાંનો તેમનો બહુમતી શેરહોલ્ડિંગ હિસ્સો LKQ કોર્પોરેશનને વેચી દીધો હતો. LKQ કોર્પ દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવી તેની માહિતી મળી નથી. ડાઇગ્રાફ કંપનીના ચેરમેન તરીકે અહલુવાલિયાએ છેલ્લા પાંચ વર્ષ સેવા આપી હતી.
બિઝનેસના ઝડપી વિસ્તરણ માટે ઝડપી ડિલિવરી, અગ્રણી ગ્રાહક સેવા અને વધેલી ઉત્પાદન શ્રેણીમાં વ્યૂહાત્મક રોકાણો સાથે તાજેતરના વર્ષોમાં, ડાઇગ્રાફે સ્ટોક ક્ષમતા વધારવા માટે તેની હાલની સંખ્યાબંધ શાખાઓમાં મેઝેનાઇન ફ્લોર પણ રજૂ કર્યા છે.
એચજીવી, કોચ અને બસના પાર્ટ્સમાં વિશેષતા ધરાવતા ડાઇગ્રાફની સ્થાપના મૂળ 1976માં ડર્બીશાયરમાં એક પોર્ટાકાબિનમાંથી કરાઇ હતી. જે હવે સમગ્ર યુકેમાં 20થી વધુ મોટા વેરહાઉસનું સંચાલન કરે છે અને વાર્ષિક 4,000થી વધુ ગ્રાહકોને 300,000થી વધુ પાર્ટ્સની ડિલિવરી કરે છે.
1978માં, સુખપાલ સિંઘ આહલુવાલિયાએ પહેલા કાર પાર્ટ્સ રિટેલર તરીકે એક સ્ટોર શરૂ કરી યુરો કાર પાર્ટ્સની સ્થાપના કરી હતી. જે યુકેમાં સૌથી મોટા કાર પાર્ટ્સ વિતરક અને યુરોપમાં સૌથી મોટામાંના એક તરીકે વિકસતા પહેલા તેમણે બિઝનેસ LKQ કોર્પોરેશનને 2011માં £280 મિલિયનમાં વેચ્યો હતો.
અહલુવાલિયા પરિવાર રિયલ એસ્ટેટ, હોટેલ્સ અને હોસ્પિટાલિટી, વિદ્યાર્થીઓના આવાસ અને અન્ય વ્યવસાયોમાં સક્રિય રોકાણ કરે છે.