Suitable oils for beautiful hair

જો તમે એમાંના એક બાળક છો જે નાનપણમાં મમ્મીના બે પગની વચ્ચે બેસીને વાળમાં તેલ માલિશ કરાવતા હતા તો તમે ખુબજ નસીબદાર છો. આપણી મમ્મી કે દાદી-નાની માનતા હતા કે આપણે વાળના જડથી લઈને નીચે સુધી બરાબર તેલ નાખીને માલિશ કરવાથી વાળ ખુબ જ સુંદર, ઘટ્ટ અને કાળા થાય છે. આયુર્વેદમાં પણ ઘણા તેલ માટેના ઉલ્લેખ જોવા મળે છે, અને તેલને લગાવવું જરૂરી છે તેવું ડર્મેટોલોજિસ્ટ પણ કહે છે.

અઠવાડિયામાં બે વાર તેલ લગાવીને, રાત્રે રાખીને સવારે વાળ ધોવાથી વાળમાં ઘણો સારો બદલાવ જોવા મળે છે.આપણને લાગશે કે આ તો ખુબ જૂનો નુસખો છે પણ ખરેખર હજી પણ એ એટલો જ અસરકારક છે. વાળમાં તેલ નાખવાથી તેને જોઈતું પોષણ મળી રહે છે અને તેનું સ્વાસ્થ્ય પણ સચવાય છે.

કોઈને પણ જીવનશૈલીમાં ફરક લાવવો હોય તો તે અઘરો લાગે છે, પરંતુ પ્રયત્ન કરવાથી તમને સફળતા પણ મળે છે. આજના વધતા જતા પોલ્યુશન અને ગ્લોબલ વોર્મિંગના લીધે આપણા શરીર અને વાળની ઉપર તેની સીધી અસર જોવા મળી છે. જયારે બીજી બાજુ માર્કેટમાં ખુબ બધી પ્રોડક્ટસ મળી રહે છે જે કેમિકલ્સથી ભરપૂર છે. તો આજના અંકમાં આપણે વાળના સ્વાસ્થ્યને કેવી રીતે સાચવીને મજબૂત કરી શકાય તે અંગે જાણીશું.

તમારા વાળ મુજબનું તેલ નક્કી કરવું ખુબ જરૂરી છે. તેલ વાળમાં રહેલા ઘણા પ્રશ્નો જેમકે શુષ્કવાળ , ખોડો , ડ્રાયનેસ, ચમક ઓછી થઇ જવી જેવા ઘણા પ્રશ્નોને ઓછા કરીને સુંદર લાગવામાં મદદરૂપ થાય છે. પરંતુ કયું તેલ નાખવું તથા તે તેલની સાથે બીજા કયા તેલનો ઉમેરો કરાય જેથી વધુ સારું પરિણામ મળે તે જાણવા માટે તમારે તમારા વાળને જાણવા જરૂરી છે.

આમ જોવા જઇયે તો દરેક તેલની એક અલગ ખાસિયત હોય છે અને દરેકની જો વિસ્તૃત ચર્ચા કરીયે તો દરેક એ દરેક તેલ પર આખો આર્ટિકલ લખી શકાય. પરંતુ આપણે ઊંડાણપૂર્વકની માહિતી કરતા તેની અગત્યતા જાણવી જરૂરી છે. તો ચાલો ફરી શરુ કરીયે આપણી વાતો…

૧ – નારિયેળનું તેલ

ભારતના કોઈ પણ ખૂણામાં જાવ તમને દરેક જગ્યાએ વાળ માટે સૌ પ્રથમ નારિયેળના તેલનો ઉલ્લેખ જોવા મળશે. આ તેલ માત્ર ભારતમાં જ નહિ દુનિયામાં લોકપ્રિય છે. નારિયેળના તેલને માત્ર વાળમાં જ નહિ ત્વચા પાર પણ લગાવી શકાય છે. જેથી વાળ અને ત્વચા ને પોષણ મળે છે. આ તેલમાં કાર્બોહાઈડ્રેટ્સ , વિટામિન્સ અને મિનરલ્સ સારા પ્રમાણમાં હોય વ્હહે. જે વાળ માટે ખુબ જ જરૂરી છે. વાળમાં લગાવતા પહેલા તેને થોડું ગરમ કરીને તેમાં બ્રામ્હી કે આમળા જેવી જડીબૂટીને મેળવી શકાય છે. આ તેલના ફાયદા તો અગણિત છે. પણ તમારા વાળને ડિપ નરિશમેન્ટ આપશે, હિટ-ડેમેજથી બચાવશે તથા મુલાયમ બનાવશે. આ એક ખુબ જ સારું કેરીઅર ઓઇલ છે જેમાં ઘણા બીજા તેલ ઉમેરી શકાય છે.

૨ – આર્ગન ઓઇલ

મોરોક્કોની ભૂમિ પાર થતું આ તેલ આર્ગનના વૃક્ષના નુત માંથી કાઢવામાં આવે છે. આ તેલે તો દુનિયામાં તોફાન મચાવી દીધું છે. આ તેલને ‘લીકવીડ ગોલ્ડ’ પણ કહેવાય છે. આ ફેટી એસિડ, એન્ટી-ઓક્સીડેન્ટ અને વિટામિન ઈ થી ભરપૂર છે. જે વાળની તબિયત તથા ગ્રોથ માટે ખુબ જરૂરી છે. આ તેલ વાળને hydrating એન્ડ મૉસ્ચુરાઈઝિંગ પૂરું એડીઇ છે. આ તેલ સ્પ્લિટેન્ડમાં પણ ખુબ ઉપયોગી છે. આ તેલનો સૌથી મોટો ફાયદો છે કે તેલના ગ્રીસી નથી બનાવતું.

૩ – જોજોબા ઓઇલ (હો-હો-બા ઓઇલ)

હો હો બા તેલમાં સીબમના ઘણા ગુનો જોવા મળે છે જે વાળ માટે આદર્શ માનવામાં આવે છે. આ તેલ આપણા સ્કાલ્પને સંતુલનમાં રાખવા મદદરૂપ થાય છે. આ તેલમાં મોઈસ્ચુરાઈઝિંગ ઉપરાંત ઘણી હીલિંગ પ્રોપેરટીસ છે, જેના નિયમિત ઉપયોગથી વાળના ગ્રોથમાં વધારો જોવા મળે છે. આ તેલ ડૅન્ડ્રફ માંથી છુટકારા માટે પણ ઉપયોગી છે. આ તેલના ઉપયોગ થી વાળમાં ચમક આવે છે.

૪ – બદામનું તેલ

બદામનું તેલ વાળ અને ચામડી માટે ખુબ જ સારું ગણાય છે. આ તેલમાં પ્રાકૃતિક રૂપ થી વિટામિન ઈ ની માત્ર વધુ હોય છે. આ સાથે મેગ્નેસિયમ અને ફેટી એસિડ, પ્રોટીન અને એન્ટી-ઓક્સીડેન્ટની માત્ર ખુબ સારી હોય છે જે વાળના તૂટવા પર રોક લગાવે છે. આ તેલથી ચામડી ની શુષ્કતા પણ દૂર થાય છે. વાળને તૂટતાં અટકાવીને તેનો વધારો કરવામાં મદદરૂપ છે. આ તેલના માત્ર બે ટીપાં, ધોયેલા વાળ પર લગાવવાથી વાળની નમી જળવાય છે.

૫ – ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલ ખુબ જ વર્સેટાઈલ તેલ છે. જેમાં પ્રોટેકટિવ એન્ડ મૉસ્ચુરાઈઝિંગ ગન જોવા મળે છે જે વાળને પ્રાકૃતિક રૂપથી કેરેટિન પૂરું પડે છે. અને ખુબ જ સારું કંડિશનિંગ કરે છે. આ તેલ વાળના મૂળમાં જાણ પુરી દે છે. વાળને મૂળથી પોષણ પૂરું પડે છે અને મુલાયમ બનાવે છે. વાળ પર તમે ઉપયોગ કરેલી હિટ થી ડેમેજ થતા અટકાવે છે. ડેમેજ-ડલ તથા ડ્રાય વાળને સુંદરતા આપે છે. આ તેલમાં એન્ટી-ઇન્ફ્લેમેટોરી ગન હોવાથી ખોડો પણ ઓછો કરે છે. અઠવાડિયામાં એક વાર ઓલિવ ઓઇલ સાથે એલોવેરા જેલ લગાવીને ૩૦ મિનિટ રાખ્યા બાદ શેમ્પૂ અને કંડીશનર કરવાથી વાળમાં ઘણો ફરક જોવા મળે છે. આ પ્રયોગનું પરિણામ ૩-૪ વાર પછી વધુ જોવા મળે છે.

૬ – ગ્રેપસીડ ઓઇલ

આમતો આપણે આ તેલનું નામ એટલું સાંભળ્યું નથી. પરંતુ અત્યારે ગ્રેપસીડ ઓઇલ ખુબ રફ્તારથી જાણીતું થઇ રહ્યું છે. આ તેલમાં અમોલિયેન્ટ, એન્ટી-ઓક્સીડેન્ટ અને બીજા ઘણા પોષકતત્વો હોવાથી વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. આ તેલ દ્રાક્ષના બીજમાંથી કાઢવામાં આવે છે. જેમાં ગંધ નથી હોતી. વાળની મજબૂતી અને વાળને તૂટતાં અટકાવવા માટે આ તેલ ખુબ સારું છે. આ ઓઇલ ઈ લોકો માટે ખુબ સારું છે જેમના સ્કાલ્પ ગ્રીસી થઇ જતા હોય છે.

૭ – ઓનિયન (કાંદા) ઓઇલ

આપણે બધા જાણીયે છીએ કે વાળની સારસંભાળ માટે ઓનિયન જ્યુસનો ઉપયોગકરવામાં આવે છે. જેમાં સલ્ફર, વિટામિન સી, બી-૮ , બી-૬ , પોટાશિયમ અને બીજા ઘણા મિનરલ્સ અને પોષકતત્વો હોય છે જે બ્યુટી અને વાળ માટે ખુબ જ કામના છે. આ તેલ વાળના મૂળને સ્ટ્રોંગ બનાવે છે. અને વાળ વધારવામાં પણ મદદરૂપ છે. આ તેલમાં એન્ટી-ઇન્ફ્લેમેટોરી , એન્ટી-ઓક્સીડેન્ટ, ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુનો હોવાથી તે સ્કાલ્પને લગતી મુશ્કેલીઓમાં સહાય કરે છે. તમારા વાળ ધોવાના ૨૦ મિનિટ પહેલા આ તેલ લગાવવાથી વાળને ખુબ ફાયદો થાય છે.

૮ – બ્લેક સીડ ઓઇલ

તમારા વાળ જો ખુબ ઉતારતા હોય, ક્યાંક ક્યાંક વાળ ઓછા થઇ રહ્યા હોય કે નવા વાળ ઉગવામાં મુશ્કેલી થતી હોય તો બ્લેક સીડ(કલોન્જી) ઓઇલ ખુબ જ યોગ્ય છે. આ તેલમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટોરી ગુણો હોય છે જે વાળમાં સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ ઉપરાંત આ તેલમાં રહેલું આલ્કલાઈન અને સૌપોપિન વાળના વિકાસમાં ખુબ મદદરૂપ છે. આ તેલ હેર ફોલિકલ્સને ખુબ મજબૂત બનાવે છે. અને વાળને ખરતા રોકે છે. સ્કલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારવામાં પણ મદદરૂપ છે. આ તેલ વાળને ફરી ઉગાડવા માટે પણ ઉપયોગ માં લઇ શકાય છે.

૯ – લીમડાનું તેલ (નીમનું તેલ)

લીમડાનું તેલ એ લીમડાના ઝાડ માંથી મળતી ઘણી વસ્તુઓ માંથી એક છે. જેમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-પૈરાસિટિક પ્રોપરટીઝ છે, જેથી તેનો ઉપયોગ માથા થી લઈને પગ સુધીની ઘણી બીમારીઓમાં કરી શકાય છે. આ તેલ સ્કાલ્પ પાર લાગવાથી ડૅન્ડ્રફ દૂર થાય છે, તથા ડૅન્ડ્રફને પેદા કરતા બેકટેરિયાનો પણ નાશ કરે છે. સ્કાલ્પના ઇન્ફ્લેમેશનમાં પણ આ તેલ રાહત અપાવે છે. આ તેલનો આમતો તમે રોજ ઉપયોગ કરી શકો છો, પણ આ તેલને એકલું લગાવી ના શકાય. કોકોનટ ઓઇલ કે બદામના તેલમાં મિશ્રણ કરીને લગાવામાં આવે છે. ટૂંકમાં કોઈ પણ કેરિયર તેલમાં મેળવીને તેનો ઉપયોગ કરી શકાય છે.

૧૦ – લવંડર ઓઇલ

લવંડરના ફૂલોમાંથી તૈયાર કરવામાં આવતું આ એક એસેન્શિયલ ઓઇલ છે. લવંડરના તેલથી વાળનો ઝડપી વધારો થાય છે. આ તેલમાં એન્ટી-બેકટેરિયલ તથા એન્ટી-સેપ્ટિક ગુણો છે. લવંડર તેલ હેર ફોલિકલ્સને સ્વસ્થ બનાવીને હેર ગ્રોથમાં વધારો કરે છે. સ્કાલ્પને મોઇસ્ચરાઇઝ કરી સીબમ પ્રોડકશનને સંતુલનમાં રાખે છે. આ તેલ તણાવ દૂર કરવામાં મદદરૂપ છે, જેથી તે લગાવવાથી ઊંઘ પણ ખુબ સારી આવે છે. આ એક એસેન્શીઅલ ઓઇલ છે જેથી તેનો ઉપયોગ કેરીઅર તેલમાં મેળવીને કરવો યોગ્ય છે.

૧૧ – લેમનગ્રાસ ઓઇલ

લેમનગ્રાસ ઓઇલ પણ એક એસેન્શીઅલ ઓઇલ છે. જેની સુગંધ ખુબ જ સરસ હોય છે. લેમનગ્રાસનો ઉપયોગ ગુજરાતીઓ ચા માં નાખવા કરે છે! આ તેલમાં ઘણા પ્રકારના વિટામિન્સ તથા મિનરલ્સ છે, જે વાળ માટે ખુબ જ સારા છે. આ તેલ માથાના દુખાવા તથા તણાવને દૂર કરે છે અને વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. આ તેલ ડ્રાય સ્કાલ્પને મોઈસ્ચુરાઈઝ કરવામાં ખુબ મદદરૂપ છે. આ તેલને નારિયેળના તેલમાં મેળવવાથી તે ખાસ ફાયદો કરાવે છે. આ તેલનો ઉપયોગ કરતી વખતે તેના માપનું ખાસ ધ્યાન રાખવું. થોડા ટીપા જ તેલમાં ઘણો ફાયદો કરશે.

૧૨ – તલનું તેલ (સેસમી ઓઇલ)

આયુર્વેદ થી લઈને અત્યારના દરેક ડોક્યુમેન્ટ્સમાં તલના તેલનું ખુબ મહત્વ જોવા મળે છે. તલના તેલમાં વિટામિન ઈ( VITAMIN E ) નો ભરપૂર સોર્સ હોય છે, જેથી વાળના ગ્રોથને વધારવામાં આ તેલ ખુબ સારું છે. આ તેલ ત્વચા અને વાળ બંને માટે ખુબ બેનીફીશીઅલ છે. આ તેલને નારિયેળના તેલમાં ઉમેરી, થોડું ગરમ કરીને ઉપયોગમાં લેવું વધુ ફાયદાકારક છે. આ તેલમાં નેચરલ પેપટાઇડ હોવાથી વાળના ગ્રોથ તથા સ્કાલ્પ માટે ખુબ યોગ્ય છે. આમ તો આ તેલના અગણિત ફાયદા છે. તલના તેલથી વાળની ચમક પણ વધે છે.

૧૩ – ટી ટ્રી ઓઇલ

આ ઓઈલની ભારતમાં હજી ઓછી જાણ છે, પરંતુ વાળ તથા ત્વચાને લગતી ઘણી પ્રોડક્ટસમાં આ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પણ એક એસેન્શીઅલ ઓઇલ છે. આ તેલનો ઉપયોગ પણ કેરિઅલ તેલમાં ઉમેરીને કરવામાં આવે છે. ટી ટ્રી ઓઇલ હેર ફોલિકલ્સને ડેડ થતા અટકાવે છે અને વાળને સાફ રાખવામાં ખુબ મદદરૂપ છે. આ તેલમાં સ્મુધનીંગ અને રિલીવિંગ અબિલિટીસ છે, પરંતુ જો કોઈને હાર્ડ એસેન્શીઅલ ઓઇલથી પ્રોબ્લેમ થતો હોય તો આ તેલ વાપરવું હિતાવહ નથી.

૧૪ – દિવેલ (કેસ્ટર ઓઇલ)

વાળ તથા શરીર બંને માટે ખુબ ઉપયોગી આ તેલ ખુબ જ જાડું અને ચીકાશ ધરાવે છે, પરંતુ ભરપૂર ગુણો પણ ધરાવે છે. આ તેલ જગજાહેર છે વાળ અને સ્કાલ્પની સારી તબિયત માટે. આ તેલ ખુબ જાડું હોવાથી તેને કેરીઅર ઓઇલમાં મેળવીને ઉપયોગમાં લેવામાં આવે છે. આ તેલ વાળ માટે અદભુત કામ કરે છે. વાળને સ્મૂધ કરીને મોઇસ્ચરાઇઝ કરી તેની નમી જાળવી રાખે છે. આ તેલ શુષ્ક વાળ માટે ખુબ જ સારું છે.

૧૫ – રોઝમેરી ઓઇલ

આ તેલનો ઉપયોગ હર્બ તથા એસેન્શીઅલ ઓઇલ તરીકે થાય છે. આ તેલને કેરીઅર ઓઇલમાં મેળવીને ઉપયોગ કરવામાં આવે છે. વાળના વિકાસ માટે તથા સફેદ થતા રોકવા માટે આ તેલ ખુબ જ સારું છે. આ તેલના ઉપયોગ થી લોહીનું પરિભ્રમણ વધે છે, જેથી વાળની વૃદ્ધિ થાય છે. રોઝમેરીના પત્તાને પાણીમાં ઉકાળીને , સ્પ્રે બોટલ માં ભરી, ધોયેલા વાળમાં છાંટવાથી વાળનો રંગ જળવાઈ રહે છે.

આપણે ઘણા બધા તેલની વાતો કરી અને બધા જ તેલ પોતપોતાની રીતે ખુબ સારા છે. પરંતુ એસેન્શીઅલ ઓઈલને કેરીઅર ઓઇલ વગર ઉપયોગમાં ના લઇ શકાય. તેને કેરીઅર ઓઇલ સાથે મિક્સ કરવું જરૂરી છે. આ ઉપરાંત એસેન્શીઅલ ઓઇલનો ઉપયોગ કર્યા બાદ રાતભર તેને વાળમાં ના રાખવું , ૨-૩ કલાક પછી વાળ ધોઈ લેવા હિતાવહ છે. જયારે નારિયેળ, બદામ ,દિવેલ જેવા તેલને આખી રાત રાખી શકાય છે. વાળ માટે આ બધા તેલ તો છે જ પણ સૌથી અગત્યનો છે તમારો આહાર. તમારા ખોરાકથી જ તમારી તબિયત અને તમારું રૂપ સચવાઈને રહેશે.

છેલ્લે કહ્યું તેમ આ બધા તેલને એક જ સાથે ના મિક્સ કરતા, નહિ તો દરેક પોતાના ગુણધર્મ પ્રમાણે યોગ્ય પરિણામ નહિ આપી શકે પરંતુ તને ૪-૫ તેલને ભેગા કરી તેમાં કોઈક-કોઈક જડીબુટીઓ નાખીને ગરમ કરીને ગાળ્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય. થોડી વધારે માત્રામાં બનાવથી તમે તેનો ઉપયોગ ૪ થી ૫ મહિના સુધી કરી શકો છે. ફરી-ફરીને એક જ વાત કહીશ કે કોઈ પણ પ્રયોગ કરવા માટે તમારા વાળ સામાન્ય હોવા જરૂરી છે. જો કોઈ સ્કાલ્પ કે વાળને લાગતો પ્રશ્ન હોય તો ડોક્ટરની સલાહ જરૂરી છે.

  • કલગી ઠાકર દલાલ

LEAVE A REPLY