કટ્ટરપંથી ઇસ્લામિક લોબીઇંગ જૂથના સ્થાપક અને જેમના પર વિભાજનના બીજ રોપવાનો અને નફરતનો આરોપ મૂકવામાં આવ્યો છે, તે સુફિયાન ઇસ્માઇલને વ્હાઇટહૉલમાં કામ કરતા મુસ્લિમો માટેની અંબ્રેલા બોડી સિવિલ સર્વિસ મુસ્લિમ નેટવર્ક દ્વારા, ઇસ્લામોફોબીઆ અને જાતિવાદના વિષયો પર ઑનલાઇન કાર્યક્રમમાં પ્રવચન આપવા આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું અખબાર ધ ટાઇમ્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે.
મુસ્લિમ એન્ગેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ (મેન્ડ)ના સ્થાપક, સરકારની કટ્ટરવાદ વિરોધી વ્યૂહરચનાનો વિરોધ કરતા બિઝનેસમેન સુફિયાન ઇસ્માઇલે યહૂદીઓ વિશે સંવેદનશીલ ટિપ્પણી કરી ચૂક્યા છે. કાઉન્ટરીંગ એક્સ્ટ્રીમીઝમના કમિશનર સારા ખાને ‘મેન્ડ’ એક વિભાજનશીલ સંગઠન હોવાનો આરોપ લગાવ્યો છે અને તેના કેટલાક કર્મચારીઓ નફરતમાં રોકાયેલા હતા. તેઓ મિસ્ટર ઇસ્માઇલને અયોગ્ય મહેમાન માનતા હતા.
સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ડાયવર્સીટી બોડીનું આમંત્રણ ‘મેન્ડ’ને વિશ્વસનીયતા આપશે. ઈસ્માઈલે આતંકવાદના શકમંદોના હિમાયતી જૂથ ‘કેજ’ને ભંડોળ પૂરું પાડ્યું છે અને પુરાવા મળ્યા છે કે કેજ કેવી રીતે દોષિત આતંકવાદીઓને ટેકો આપે છે. જેમાંથી એક મોહમ્મદ ઇમ્વાઝી છે જેને “જેહાદી જ્હોન” નામના આતંકવાદી તરીકે ઓળખાવવામાં આવે છે.
મીસ ખાને ગયા વર્ષે એક સત્તાવાર અહેવાલમાં જણાવ્યું હતું કે મેન્ડના સ્ટાફે ટ્વિટર પર “ઘણા રાજકીય અને સામાજિક રીતે ઉદાર મુસ્લિમો, ખાસ કરીને કાઉન્ટરએક્સટ્રમીઝમ વર્ક સાથે સંકળાયેલા લોકોની વિરોધમાં સંદેશાઓ પોસ્ટ કર્યા હતા.
વેન્ડ મિડલેન્ડ્સમાં પોલીસ અને ક્રાઈમ કમિશનરના કન્ઝર્વેટિવ ઉમેદવાર જયસિંઘ-સોહલે જ્યારે મેન્ડ પર કાઉન્ટર રેડિકલાઈઝેશનને નબળા બનાવવાનો આક્ષેપ કર્યો ત્યારે મેન્ડે ટ્વિટર પર સોહલનો ફોટો મૂકી દાવો કર્યો હતો કે તે “મુસ્લિમ સંગઠનો પર હુમલો કરી રહ્યા છે” અને “ઇસ્લામોફોબિક ટ્રોપ્સને આગળ ધપાવી રહ્યો છે.”
ટાઇમ્સ દ્વારા સંપર્ક કરાયા પછી સરકારે કહ્યું કે ‘’આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે અને આવું આમંત્રણ ક્યારેય જારી કરવું જોઈએ નહિં.”
